SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૫. ૨૧૭] છે. મહાભારતની દષ્ટિએ ચંપાનું પ્રાચીન નામ "માલિની" હતું. મહારાજા ચપે તેનું નામ ચંપા પાડ્યું. સ્થાનાંગમાં જે દશ રાજધાનીઓનો ઉલ્લેખ થયો છે અને દીર્ઘનિકાયમાં જે છ મહાનગરીઓનું વર્ણન છે. તેમાં એક ચંપા પણ છે. ઔપપાતિક સૂત્રમાં વિસ્તારથી નિરૂપણ છે. દશવૈકાલિક સુત્રની રચના આચાર્ય શય્યભવે આ ચંપામાં જ કરી હતી. સમ્રાટ શ્રેણિકના મૃત્યુ બાદ કોણિકને રાજકાલમાં ક્યાંય મન લાગતું નહોતું. પિતા પ્રત્યે પોતે કરેલા અત્યાચારના પશ્ચાતાપે આખો દિવસ ચિંતા અને બેચેનીમાં પસાર કરતો હતો. આખર મંત્રી મંડળે રાજકાજને વ્યવસ્થિત કરવા અને કોણિકનું મન સ્વસ્થ કરવા નવું નગર વસાવવાની વાત કરી. કોણિકની આજ્ઞા થતા ભૂમિશાસ્ત્રવેત્તાઓ એક સ્થાન પર ચંપાવૃક્ષ નીચે વિસામો કરવા બેઠા. એ જગ્યા ઉપર એમનું મન અત્યંત પ્રસન્ન બની ગયું. ઉઠવાનું મન જ ન થાય. તેથી આ જગ્યા નગર માટે યોગ્ય જાણી શકુન પ્રમાણે ભૂમિને ખોદી તો અંદરથી ધન નીકળ્યું. આ રીતે નગરી આખી વસાવી અને ચંપાવૃક્ષના કારણે ચંપાનગરી નામ રાખવામાં આવ્યું. ગણિ કલ્યાણવિજયજીના મતાનુસાર ચંપા પટણાથી પૂર્વ (કાંઈક દક્ષિણ)માં લગભગ સો ગાઉ દૂર ઉપર હતી. આજકાલ એને ચંપા કહે છે. આ સ્થાન ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. ચંપાનગરીના ઉત્તરપૂર્વ(ઈશાનખૂણા)માં પૂર્ણભદ્ર નામનું રમણીય ઉદ્યાન હતું. જ્યાં ભગવાન મહાવીર ઘણીવાર પધાર્યા હતા તથા સમોસર્યા હતા. ચંપા તે યુગમાં વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. જ્યાં માલ લેવા માટે દૂર દૂરથી વ્યાપારી આવતા હતા અને ચંપાનો માલ લઈ મિથિલા, અહિછત્રા અને પિહુંડ(ચિકાકોટ અને કલિંગ પટ્ટમનો એક પ્રદેશ) આદિમાં વ્યાપારાર્થ જતા હતા. ચંપા અને મિથિલામાં સાઠ(0) યોજનાનું અંતર હતું. (૪) જબલીપ - જૈનાગમોની દષ્ટિએ આ વિશાળ ભૂમંડળની મધ્યમાં જંબુદ્વીપ છે. એનો વિસ્તાર એક લાખ જોજનનો છે અને સૌથી નાનો દ્વીપ છે. તેની ચારે બાજુ લવણ સમુદ્ર છે. લવણસમુદ્રની ચારે તરફ ઘાતકીખંડ છે. આમ એક દ્વીપ અને એક સમુદ્ર આગળ વધતાં વધતાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો છે. અંતિમ સમુદ્રનું નામ સ્વયંભૂરમણ સમુદ્ર છે. જેબૂદ્વીપથી બમણા વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. આમ આગળ આગળના પ્રત્યેક દ્વીપ સમુદ્ર પાછળનાં દ્વીપ સમુદ્ર કરતાં બમણા–બમણા છે. તેમાં વચ્ચે શાશ્વત જંબૂવૃક્ષ હોવાને કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડ્યું. જંબૂદ્વીપની મધ્યમાં સુમેરૂ નામનો પર્વત છે જે એક લાખ જોજન ઊંચો છે. જંબૂદ્વીપનો વ્યાસ ૧ લાખ યોજનાનો છે અને એની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ ના અંગુલ, પ યવ અને ૧ યૂકા છે. એનું ક્ષેત્રફળ ૭,૯૦,૫૬,૯૪,૧૫) યોજન, લા ગાઉ, ૧૫ ધનુષ અને રાા હાથ છે. શ્રીમદ્ ભાગવતમાં સાત દ્વીપોનું વર્ણન છે. જેમાં જંબૂદ્વીપ પ્રથમ છે. બૌદ્ધ દષ્ટિએ ચાર મહાદ્વીપ છે. તે ચારેયનો કેન્દ્રમાં સુમેરૂ છે. સુમેરૂની પૂર્વમાં પ્રવ્રુવિદેહ અને પશ્ચિમમાં અપરગોયાન અથવા અપરગોદાન, ઉત્તરમાં ઉત્તરકુરૂ અને દક્ષિણમાં જેબૂદ્વીપ છે. બૌદ્ધ પરંપરાનુસાર જેબૂદ્વીપ દશ હજાર યોજન મોટો છે. જેમાં ચાર યોજન પાણી ભરેલું હોવાના કારણે સમુદ્ર કહેવાય છે. ૩000 યોજનમાં
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy