SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ /અધ્ય. ૧૫ _. ૧૪૯ ] ગહ અને અપમાન કરો નહીં પરંતુ અગ્લાન ભાવથી અતિમુક્ત કુમાર શ્રમણને જુઓ, તેને સહાયતા કરો અને આહારપાણી દ્વારા વિનયપૂર્વક તેની વૈયાવચ્ચ કરો. અતિમુક્ત કુમાર શ્રમણ ચરમ શરીરી છે. આ જ ભવમાં બધા કર્મોનો ક્ષય કરનાર છે. શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ વૃત્તાંત સાંભળી, તે સ્થવિર મુનિઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, ત્યાર પછી તે સ્થવિર મુનિ, અતિમુક્ત કુમાર શ્રમણને અગ્લાન ભાવથી સ્વીકારી, તેની વૈયાવચ્ચ કરવા લાગ્યા. શિક્ષા પ્રેરણા :(૧) ભાગ્યશાળી હળુકર્મ જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યક પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો સુઅવસર મળ્યો છે તે અવસરને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવોને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૨) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સારપૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે, તો શું આપણે નાની એવી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કેજમ્યો છે તેને મરવું અવશ્ય પડશે. ક્યારે, કેવી રીતે મોત આવશે એની કોઈને કંઈ જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે લક્ષ્યમાં રાખીને બાળમુનિનો આદર્શ સામે રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણમાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવા માટે યત્કિંચિત પુરુષાર્થ વધારતાં રહેવું જોઈએ. (૩) બુદ્ધિમતા અને ઉત્સાહ- ૧. રમત છોડીને એક રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેનો પરિચય પૂછવો પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા નિવેદન કરવું. (૩) ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેક પૂર્વક તેમના નિવાસ સ્થાન વિશે પૂછવું. ૪. નિવાસ સ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. પ. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવા. ૬. શાંતિથી બેસી જવું ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ પ્રગટ કરવી. ૮. માતાપિતા પાસે સ્વયં આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના સારના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં રેતીથી પાણીને રોકીને પછી પાત્રીને પાણીમાં છોડવી એવું ન કરે તો તેની(નાવની પાત્રીની)પાછળ પાછળ ભાગવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે ખેલ(રમતમાંથી) તરત જ નિવૃત્ત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું. આ પ્રત્યેક ક્રિયામાં બાલમુનિની બુદ્ધિમત્તાના દર્શન થાય છે. (૪) વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃત્તિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. અચિત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. (૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો તે યોગ્ય નથી. બાલ દીક્ષાનો પાઠ આગમિક છે. વિવેકની
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy