SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ | १४ | શ્રી અંતગડ સૂત્ર | ५ तए णं तं अइमुत्तं कुमारं अम्मापियरो एवं वयासी- बाले सि ताव तुम पुत्ता ! असंबुद्धे, कि णं तुम जाणसि धम्म ? तए णं से अइमुत्ते कुमारे अम्मापियरो एवं वयासी- एवं खलु अहं अम्मयाओ! जं चेव जाणामि तं चेव ण जाणामि, जं चेव ण जाणामि तं चेव जाणामि । तए णं तं अइमुत्तं कुमारं अम्मापियरो एवं वयासी-कहं णं तुम पुत्ता ! जं चेव जाणसि तं चेव ण जाणसि ? जं चेव ण जाणसि तं चेव जाणसि? तए णं से अइमुत्ते कुमारे अम्मापियरो एवं वयासी- जाणामि अहं अम्मयाओ! जहा जाएणं अवस्स मरियव्वं, ण जाणामि अहं अम्मयाओ ! काहे वा कहिं वा कहं वा कियच्चिरेण वा ? __ण जाणामि णं अम्मयाओ ! केहिं कम्माययणेहिं जीवा णेरइय तिरिक्ख जोणियमणुस्सदेवेसु उववज्जंति, जाणामि णं अम्मायाओ ! जहा सएहिं कम्माययणेहिं जीवा णेरइय जाव उववज्जति । एवं खलु अहं अम्मयाओ ! जं चेव जाणामि तं चेव ण जाणामि, जं चेव ण जाणामि तं चेव जाणामि । तं इच्छामो णं अम्मयाओ! तुब्भेहिं अब्भणुण्णाए जाव पव्वत्तए । ભાવાર્થ:- આ રીતે અતિમુક્ત કુમારે માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી ત્યારે માતા પિતાએ કુમારને કહ્યું- હે પુત્ર ! હજી તું બાળક છે, અબોધ છે, ધર્મની (દીક્ષાની) વાતોને તું શું જાણે? અતિમુક્ત કુમાર બોલ્યા- હે માતાપિતા ! હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે હું જાણું છું. માતાપિતાએ કહ્યું– બેટા ! તું શું કહે છે? તે સમજાતું નથી. જાણવા ન જાણવાનો અર્થ શું છે? એટલે કે જે જાણે છે તેને નથી જાણતો અને જે નથી જાણતો તે જાણે છે? ત્યારે અતિમુક્ત કુમાર ગુઢાર્થને સ્પષ્ટ કરતા કહે છે– હે માતાપિતા ! જે જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે એ હું જાણું છું પણ એ નથી જાણતો કે ક્યારે, ક્યાં(સ્થાને), કેવી રીતે, કેટલા દિવસ પછી मृत्यु थशे? અને જે નથી જાણતો તેને હું જાણું છું એનો અર્થ એ છે કે જીવ કયા કર્મોના કારણે નરક, તિર્યંચ મનુષ્ય અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે? તે હું નથી જાણતો પરંતુ એટલું હું અવશ્ય જાણું છું કે જીવ પોતાના કરેલા કર્માનુસાર જ વિવિધ ગતિઓમાં, યોનિઓમાં ઉત્પન્ન થાય છે. પોતાના કથનનો ઉપસંહાર કરતાં અતિમુક્ત કુમાર કહે છે– માટે હે માતાપિતા ! મેં કહ્યું કે હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે હું જાણું છું. મારું મૃત્યુ ક્યારે થશે અને હું ક્યાં જઈશ એ તત્ત્વજ્ઞાનથી હું અજ્ઞાત છું. એ અજ્ઞાતને
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy