SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ | વર્ગ ૬/અધ્ય. ૩ [ ૧૩૭ | અપમાનની વાતો કરે, તો ક્યારેક બીજા લોકોનાં વ્યવહારની ચર્ચા કરે, કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લે. એ વૃત્તિઓમાં પરિવર્તન લાવવું જોઈએ. (૬) આપણા આત્માના પ્રદેશ પ્રદેશમાં અને વ્યવહારિક જીવનમાં ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ, ક્ષમા, વિચારોની પવિત્રતા અને પાપી–ધર્મી બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવે ત્યારે જ અર્જુન અને ગજસુકમાલ જેવા ઉદાહરણો સાંભળવાનો સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થયો કહેવાય. (૭) ભલે ને ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણાં જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવની અને સમભાવની વૃદ્ધિ થવી જોઈએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ અને વિષમભાવ હોય તો સમજવું જોઈએ કે આત્મામાં ધર્મનું સાચા અર્થમાં પરિણમન થયું નથી. (૮) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભિકતાનો બોધપાઠ લેવો જોઈએ. ગંભીરતા અને વિવેક તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઈએ. (૯) એક જ ઉત્તમ વ્યક્તિ આખાયે નગરને સુખી અને ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે અને અધર્મી વ્યક્તિ સારાયે નગરને સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. અતઃ પોતાની જવાબદારી જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાનામાં ક્યારે ય કોઈપણ જાતના કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. લલિતાગોષ્ઠીના કરતૂતોથી નાગરિક હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત બન્યાં. સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરીમાં આનંદ-આનંદ થઈ ગયો. શ્રેણિક રાજાની ચિંતા ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો. I વર્ગ-૬ : અધ્ય.-૩ સંપૂર્ણ II
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy