SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ | શ્રી અંતગડ સૂત્ર (૧૪) મેઘકુમાર (૧૫) અતિમુક્તકુમાર (૧૬) અલક્ષકુમાર. જબૂસ્વામીએ સુધર્મા સ્વામીને કહ્યું ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગના સોળ અધ્યયન કહ્યાં છે, તો પ્રથમ અધ્યયનનો શું અર્થ ફરમાવ્યો છે ? હે જંબૂ! તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ચેત્ય-ઉદ્યાન હતું. શ્રેણિક રાજા રાજગૃહના પ્રજાપાલક હતા. રાજગૃહ નગરમાં મકાઈ નામના ગાથાપતિ રહેતા હતા. જેઓ અત્યંત ઋદ્ધિસંપન્ન એવમ્ બીજાથી અપરાભૂત(અપરાજિત) હતા. પ્રભુ મહાવીર સ્વામીનું પદાર્પણ; મકાઈની દીક્ષા :| २ तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे गुणसिलए चेइए अहापडिरूवं उग्गह उग्गिण्हइ, उग्गिण्हिता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । परिसा णिग्गया । तए णं से मकाई गाहावई इमीसे कहाए लद्धढे जहा पण्णत्तीए गंगदत्ते तहेव इमो वि जेट्ठपुत्तं कुडुंबे ठवेत्ता पुरिससहस्सवाहिणीए सीयाए णिक्खंते जाव अणगारे जाए- इरियासमिए जाव गुत्तबंभयारी । ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ ઉદ્યાનમાં સાધુ યોગ્ય અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પધાર્યા. પ્રભુ મહાવીરના આગમનના સમાચાર સાંભળી પરિષદ દર્શનાર્થે અને ધર્મશ્રવણ કરવા આવી. ત્યારે મકાઈ ગાથાપતિ પણ પ્રભુના સમાચાર પ્રાપ્ત થવા પર જેવી રીતે શ્રી ભગવતી સૂત્રમાં ગંગદત્તનું વર્ણન છે તેવી રીતે ઘરેથી નીકળ્યા. ધર્મ ઉપદેશ સાંભળી વિરક્ત થઈ ગયા. ઘેર આવી જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને પોતે હજાર પુરુષો દ્વારા ઉપાડી શકાય એવી શિબિકામાં બેસી પ્રવ્રજ્યા લેવા અભિનિષ્ક્રમણ કર્યું. ભગવાન પાસે ઉપસ્થિત થયા યાવત તેઓ ઈર્ષા સમિતિથી યુક્ત, ગુપ્તિઓથી ગુપ્ત બ્રહ્મચારી અણગાર બની ગયા. વિવેચન : આ છઠ્ઠા વર્ગથી પ્રભુ મહાવીર સ્વામીના અંતકૃત કેવળીઓનું વર્ણન છે. જેમાં સોળ સંતો અને ૨૩ (ત્રેવીશ) સાધ્વીજીઓનું કથન છે. ઈભ્ય શ્રેષ્ઠી મકાઈ ગાથાપતિ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય ભાવથી રંગાઈ ગયા. શ્રી ભગવતી સૂત્ર(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ના શતક–૧૬ અને ઉદ્દેશા-૫ માં વર્ણિત ગંગદત્ત શ્રેષ્ઠીની જેમ ઘરેથી નીકળ્યા અને સંયમી બન્યા. મકાઈ આદિ ગાથાપતિની સિદ્ધિ ગાથાપતિ :| ३ तए णं से मकाई अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy