SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] શ્રી અંતગડ સૂત્ર પ્રતિદિન આયંબિલ તપસ્યાના પ્રભાવે પોતાના પ્રયત્નમાં અસફળ રહ્યા. છતાં તેમણે પોતાનો પ્રયત્ન છોડ્યો નહીં. લગાતાર બાર વર્ષ સુધી આયંબિલનું સાતત્ય જળવાયું. ત્યાર બાદ અમુક લોકો વિચારવા લાગ્યા કે આયંબિલ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા. હવે અગ્નિકુમાર દેવ આપણું શું બગાડી શકશે? અમુક લોકો વિચારવા લાગ્યા કે દ્વારિકામાં અનેક લોકો આયંબિલતપ કરે છે, આપણે ન કરીએ તો શું ફરક પડશે? સમય સંજોગની વાત છે. એક દિવસ એવો આવ્યો. આખી દ્વારિકામાં કોઈએ આયંબિલ તપ કર્યું નહીં, અગ્નિકુમાર દેવ(દ્વિપાયન ઋષિ)ને તક મળી ગઈ. તેણે દ્વારકાની ચારેબાજુ આગ લગાડી દીધી. સાથે સાથે જોરદાર આંધી શરું કરી દીધી. વાવાઝોડાની હવાને કારણે આગનું જોર વધ્યું અને આખી દ્વારિકામાં હાહાકાર મચી ગયો. એક પછી એક મકાનો ધરાશાયી થવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવે અગ્નિ શાંત કરવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દેવનો પ્રકોપ વધતો ગયો. ઠારવા માટે નાખેલું પાણી તેલનું કામ કરવા લાગ્યું. જોતજોતમાં આખી દ્વારિકા બળીને ભસ્મ થઈ ગઈ. કૃષ્ણ વાસુદેવ તથા બળરામ નિરાશ થઈને ઊભા રહ્યા. પોતાના પુરુષાર્થે અને દેવયોગે એક રાતમાં ઊભી કરેલી દ્વારિકાને તેઓ બચાવી શક્યા નહીં. નજરની સામે જ સ્વજનોની લાશ પડવા લાગી. અંતે પોતાના માવતરને બચાવવા મહેલમાં ગયા. અત્યંત મુશ્કેલીથી માતા-પિતાને બહાર કાઢયા. રથશાળામાં એક રથ સુરક્ષિત હતો તે બહાર કાઢ્યો. માતાપિતાને તેમાં બેસાડ્યા અને ઘોડાની જગ્યાએ બંને ભાઈઓ ગોઠવાઈ ગયા. જેવા સિંહદ્વારને પાર કરવા ગયા અને બંને ભાઈઓ હજુ બહાર નીકળ્યા ત્યાં જ સિંહદ્વારનો ઉપરનો ભાગ તૂટીને નીચે પડ્યો. માતાપિતા બંને તેની નીચે દબાઈને મૃત્યુ પામ્યા. કૃષ્ણ વાસુદેવ તથા બલરામ આ માર્મિક ભયંકર દશ્ય જોઈને અધીર(આકુળ વ્યાકુળ) થઈ ગયા. આખર મનને જેમ તેમ સંભાળી ગાપિ-fણયા વિપ્રને માતાપિતા અને નિજકોથી રહિત થઈને રાવલન સદ્ધિ રામબળદેવની સાથે પાંડવો પાસે પાંડુમથુરા જવા નીકળ્યા. જેમ વાસુદેવ એક પદવી છે તેમ બળદેવ પણ એક શ્લાઘનીય પદવી છે. પ્રત્યેક વાસુદેવના મોટાભાઈને બળદેવ કહેવાય છે. વાસુદેવની જેમ બળદેવ પણ નવ હોય છે. બંને ભાઈઓ વચ્ચે અત્યંત અનુરાગ હોય છે. બળદેવમાં અર્ધ વાસુદેવનું બળ હોય છે. બંનેની માતા ભિન્ન ભિન્ન હોય છે. બલરામ બળદેવની માતાનું નામ રોહિણી હતું. બળદેવ સ્વર્ગ(દેવલોક) અથવા મોક્ષગામી જ હોય છે. વાસુદેવના મૃત્યુ નિમિત્તે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરે છે. પાંડવો હસ્તિનાપુરથી નિર્વાસિત થઈ પાંડુમથુરામાં રહેતા હતા. નિર્વાસિત થવાની કથા જ્ઞાતાધર્મકથા સૂત્રમાં દ્રોપદીના અધ્યયનથી જાણી લેવી. નિરમા :- જરાકુમાર યદુવંશીય રાજકુમાર હતા. કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા. ભગવાન અરિષ્ટનેમિની ભવિષ્યવાણી સાંભળી તેનાથી પોતાની જાતને બચાવવા વારિકા છોડી કૌશામ્બ(કોશાગ્ર) વનમાં ચાલ્યા ગયા અને તે વનમાં જ જીવન પસાર કરવા લાગ્યા. પણ ભવિતવ્યતાને કોણ ટાળી શકે છે? કૃષ્ણ મહારાજને પાંડુમથુરા જતાં તરસ લાગી. બલરામ પાણી લેવા ગયા. કૃષ્ણ મહારાજ પૃથ્વીશિલાપટ્ટ પર પગ ઉપર પગ રાખી પીતાંબર ઓઢી વિશ્રામ કરતા હતા. અહીં જરાકુમાર વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. તેને દૂરથી કૃષ્ણ મહારાજના પગનું ચમકતું પાચિહ્ન મૃગલાની આંખ જેવું લાગ્યું અને તત્કાળ ધનુષ પર બાણ ચઢાવી છોડ્યું. બાણ લાગતાં જ શ્રીકૃષ્ણ તડપી ઊઠયા. તેઓને વિચાર આવ્યો કે આ બાણ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy