SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ | શ્રી અંતગડ સૂત્ર પુણ્યહીન, ચતુર્દશીનો જાયો, ધૃતિ–લક્ષ્મી–કીર્તિ–લજ્જારહિત તે પુરુષ કોણ છે? જેણે મારા નાના ભાઈ ગજસુકમાલ અણગારના અકાલે જ પ્રાણ હરી લીધા? ત્યારે ભગવાને કહ્યું– કૃષ્ણ ! તમે તે પુરુષ ઉપર ક્રોધ નહીં કરો કારણ કે તે પુરુષ ગજસુકમાલ અણગારને પરમપદ પ્રાપ્ત કરવામાં સહાયક થયેલ છે. કૃષ્ણ વાસુદેવે પ્રશ્ન કર્યો હે ભંતે ! તે પુરુષ ગજસુકુમાલને કેવી રીતે સહાયક થયો? કૃષ્ણ વાસુદેવના પૂછવા પર ભગવાને જવાબ આપ્યો- હે કૃષ્ણ ! મને વંદન કરવા આવતાં માર્ગમાં તમે દ્વારકાના રાજમાર્ગ ઉપર મોટા ઈટના ઢગલામાંથી એક એક ઈટ ઉપાડીને ઘરમાં રાખતા દીન દુર્બળ એક વૃદ્ધને જોયો. તે વૃદ્ધ ઉપર દયા કરી તમે એક ઈટને ઉપાડીને ઘરમાં રાખી, તેનું અનુકરણ કરી સાથે રહેલા અન્ય સૈનિકદળ ઈટના ઢગલાને ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધો. જે રીતે કૃષ્ણ તે પહેલાં વૃદ્ધને સહાયતા કરી, તેવી રીતે તે પુરુષે ગજસુકમાલ અણગારના અનેક–લાખો ભવોથી સંચય કરેલા કર્મjજોની એકાંત ઉદીરણા કરાવવામાં તથા સંપૂર્ણ કર્મોને ભસ્મીભૂત કરવામાં સહાયતા આપી છે. વિવેચન : એક બાજુ કૃષ્ણ વાસુદેવનો કોપાગ્નિ છે તો, બીજી બાજુ પ્રભુનું શાંત સુધારસથી ભર્યું ઝરણું છે, જેને સતત સીંચીને પ્રભુએ વાસુદેવનો કોપાગ્નિ ધીમો પાડી દીધો. આ અધ્યયન ક્ષમા અને ક્રોધ, પ્રતિશોધ અને આત્મશાંતિના પરસ્પર વિરોધી પાસાઓ પર વિચારણા માટે અત્યંત સહાયક છે. ભીતરમાં ક્રોધ અને પ્રતિશોધનો અગ્નિ ભંડારેલો હોય, તે ગમે તેવું શાંત–એકાંત વાતાવરણ હોય તોપણ ભડક્યા વગર રહેતો નથી અને ભીતરમાં આત્મિક શાંતિ એવમ્ સમાધિનો ઉત્તરોત્તર વિકાસ હોય તો માથા પર જાજ્વલ્યમાન અંગારા રાખ્યા હોય તો પણ મનમાં પરમ શાંતિની સરિતા વહે છે. મનમાં એક રેખા પણ દ્વેષની જાગતી નથી. ગજાન નવિયાગો વવવિા :- અકાળમાં જીવનથી રહિત કરી દીધા. વ્યવહાર દષ્ટિએ કસમયના મૃત્યુને અકાળમૃત્યુ કહે છે અને આયુષ્ય પૂર્ણ ભોગવી લીધા પછીના મૃત્યુને કાળમૃત્યુ કહે છે. આયુષ્યના બે પ્રકાર છે. ૧. અપવર્તનીય ૨. અનપવર્તનીય. ૧. જે આયુ બંધકાલીન સ્થિતિના પૂર્ણ થયા પહેલા જ (શસ્ત્રાદિ નિમિત્તથી શીઘ્રતાથી અંતઃમુહૂર્તમાં ભોગવી લેવાય છે) પૂર્ણ થઈ જાય છે તે અપવર્તનીય આયુષ્ય છે. તેને સોપક્રમ આયુષ્ય પણ હોય શકે છે. સ્થાનાંગ સૂત્રમાં આયુષ્ય તૂટવાના સાત નિમિત્ત બતાવ્યા છે તે આ પ્રમાણે છે–૧. અધ્યવસાન- લાગણી, ભય કે પ્રબળ માનસિક આઘાતના નિમિત્તે આયુ તૂટી શકે. ૨. નિમિત્ત– શસ્ત્ર, દંડ, અગ્નિ આદિના નિમિત્તથી આયુ તૂટી શકે. ૩. આહાર– આહારની અધિક માત્રાથી આયુ તૂટી શકે. ૪. વેદના- કોઈ પણ અંગમાં અસહ્ય વેદના, રોગાદિ આવવા પર આયુ તૂટી શકે. ૫. પરાઘાત-ખાડામાં પડવાથી, ભીંતાદિ તૂટવાથી, બાહ્ય આઘાતથી આયુ તૂટી શકે. ૬. સ્પર્શ- સર્પાદિ ઝેરી જીવોના કે અન્ય વિષમિશ્રિત વસ્તુના સ્પર્શથી, ડંખથી આયુ તૂટી શકે. ૭. આણપાણ– શ્વાસની ગતિ બંધ થઈ જવાથી આયુ તૂટી શકે. આ આયુષ્ય તૂટવાના કારણોને ઉપક્રમ કહેવામાં આવે છે. અપર્વતનીય આયુષ્યમાં ઉપક્રમ નડતા આયુષ્ય
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy