SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૩ અધ્ય. ૮ _. ૮૧ | અંતિમ અંતઃમુહૂર્તમાં શૈલેષીકરણ ક્રિયા કરી ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. ચૌદમા ગુણસ્થાનના અંતે શુક્લધ્યાનના ચોથા પાયા દ્વારા અઘાતી કર્મોનો ક્ષય કરી પરમકલ્યાણ રૂપ મોક્ષ પદને પામે છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે અપુષ્કર પદ આપીને ગજસુકુમાલની સાથે અપૂર્વકરણ અવસ્થાનો સંબંધ સૂચિત કર્યો છે. ભાવ આ છે કે ગજસુકુમાલ મુનિ આઠમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરી ક્ષપકશ્રેણિને પામી ગયા હતા. અબતે સને :- (૧) અનંત–જેનો અંત કદી થતો નથી, સદાકાળ રહે છે (૨) અનુત્તર-પ્રધાન (૩) નિર્ચાઘાત-વ્યાઘાત-અટકાવ રહિત (૪) નિરાવરણ—કોઈ પણ આવરણ રહિત (૫) કૃમ્ન–સંપૂર્ણ (૬) પ્રતિપૂર્ણ–સમસ્ત જ્ઞેય પદાર્થોને વિષય બનાવનારું જ્ઞાન. સિદ્ધ યુદ્ધ :- (૧) સિદ્ધ-જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેનું સમસ્ત કાર્ય સિદ્ધ-પૂર્ણ થઈ ગયું છે. (૨) બુદ્ધ-લોકાલોકના સર્વ પદાર્થોના જ્ઞાતા છે. જ્ઞાનસ્વરૂપ થઈ ગયા છે. (૩) મુક્ત-જે સમસ્ત કર્મોથી મુક્ત થઈ ગયા છે. (૪) પરિનિર્વાણ-સમસ્તકર્મજનિત વિકારોનો નાશ થવાથી શાંત થઈ ગયા છે. (૫) સર્વદુઃખ પ્રહણ–જેના સમસ્ત શારીરિક તથા માનસિક દુઃખ નષ્ટ થઈ ગયા છે. શિક્ષા પ્રેરણા : (૧) સોળ વર્ષની વયે અને એક દિવસ અર્થાત્ થોડાંક જ કલાકની દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા, સહનશીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો. ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ કર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો, સંયમારાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે ઓછા મહત્ત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવા છતાં પણ એક દિનની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો બેસાડ્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલા ય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૩) શૂરવીર પુરુષો સિંહવૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતાપૂર્વક સંયમ ગ્રહણકરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. (૪) સિંહવૃત્તિ અને શ્વાનવત્તિ વિશે એમ કહેવામાં આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કૂતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિશ કરે છે. આ રીતે સિંહની દષ્ટિ મૂળભૂત કારણ પર હોય છે જ્યારે શ્વાનની દષ્ટિ નિમિત્તભૂત કારણ પર હોય છે. જેની દષ્ટિ મૂળભૂત કારણ પર હોય છે તે જ દુઃખથી મુક્ત થઈ શકે છે. અતઃ આપણે દુઃખનું મૂળ કારણ એવં પોતાના કર્મોનો જ વિચાર
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy