SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ | ૮ | શ્રી અંતગડ સૂત્ર શરીરને અલંકૃત કરી, હંસના ચિતવાળું પટફાટક લઈ શિબિકાની પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢયાં. ગજસુકુમાલની જમણી બાજુ ઉત્તમ ભદ્રાસન પર બેઠાં. ગજસુકુમાલની ધાવમાતા સ્નાનાદિ કરી, અલંકૃત શરીરે રજોહરણ અને પાત્રા લઈ, શિબિકાની પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢયાં અને ગજસુકુમાલની ડાબી બાજુ ઉત્તમ ભદ્રાસન પર બેઠાં. ત્યાર પછી ગજસુકુમાલની પાછળ મનોહર આકૃતિ અને સુંદર વેષ ધારિણી, સુંદર ગતિ, સુંદર શરીર તથા સુંદર રૂપ-યૌવનના વિલાસથી યુક્ત એક યુવતી હિમ, રજત, કુમુદ, મોગરાના ફૂલ અને ચંદ્ર સમાન શ્વેત; કોરંટક પુષ્પની માળા યુક્ત છત્ર હાથમાં લઈ લીલાપૂર્વક(કળા કરતી) ઊભી રહી. શૃંગારના આગાર(ખાણ) સમાન, મનોહર આકૃતિ તથા વેષધારિણી, બે ઉત્તમ યુવતિઓ ગજસુકમાલની જમણી તથા ડાબી બંને બાજુ ચામર વીંઝતી(ઢોળતી) ઊભી રહી. તે ચામરો મણિ, કનક, રન અને મહામૂલ્યવાન વિમલ તપનીય(લાલ)સુવર્ણથી બનેલા વિચિત્ર (વિવિધ રંગી)દંડવાળા હતા અને શંખ,અંતરત્ન, મોગરાના ફૂલ, ચંદ્ર, જલબિંદુ, મંથન કરેલા અમૃતના ફીણ સમાન શ્વેત (ધવલ) ચામર હતા. ગજસુકુમાલની ઉત્તરપૂર્વદિશા(ઈશાનકોણ)માં શૃંગાર સહિત, ઉત્તમવેષધારિણી, એક ઉત્તમ સ્ત્રી શ્વેત રજતમય પવિત્ર પાણીથી ભરેલો, ઉન્મત્ત હાથીની મુખાકૃતિવાળો કળશ લઈ ઊભી રહી. દક્ષિણ પૂર્વ દિશા(આગ્નેય કોણ)માં શૃંગાર સહિત, ઉત્તમ વેષ ધારિણી એક ઉત્તમ સ્ત્રી વિચિત્ર(વિવિધ રંગી) સોનાના દંડવાળો પંખો લઈને ઊભી રહી. શિબિકાવાહકોને વહનની આજ્ઞા :| २७ तए णं तस्स गयसुकुमाल-कुमारस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सरिसयं, सरित्तयं, सरिव्वयं, सरिसलावण्ण-रूव-जोव्वण-गुणोववेयं, एगाभरण- वसणगहियणि ज्जोय कोडुबिय वरतरुणसहस्सं सद्दावेइ ।तए णं ते कोडुबियपुरिसा जाव पडिसुणित्ता खिप्पामेव सरिसयं सरित्तयं जावसद्दार्वति । तए णं ते कोडुबियपुरिसा हट्टतुट्ठ बहाया जाव एगाभरण-वसण-गहिय-णिज्जोया जेणेव गयसुकुमालस्स पिया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धावित्ता एवं वयासीसंदिसंतु णं देवाणुप्पिया ! जं अम्हेहिं करणिज्जं । तए णं से गयसुकुमालस्स पिया तं कोडुंबियवरतरुणसहस्सं पि एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव गहियणिज्जोआ गयसुकुमालस्स कुमारस्स सीयं परिवहेह । तए णं ते कोडुबियपुरिसा गयसुकुमालस्स जाव पडिसुणित्ता ण्हाया जाव गहियणिज्जोआ गयसुकुमालस्स कुमारस्स पुरिससहस्स वाहिणिं सीयं परिवहति । ભાવાર્થ - શિબિકા ઉપર બધાયથાસ્થાને આરૂઢ થઈ ગયા બાદ ગજસુકુમાલકુમારના પિતા વસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી સમાન ત્વચાવાળા, સમાન વયસ્ક (ઉંમરવાળા), સમાન રૂપ–લાવણ્ય અને યૌવન ગુણોથી યુક્ત તથા એક સમાન આભૂષણ અને વસ્ત્ર
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy