SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ | શ્રી અંતગડ સૂત્ર तुमं सि णं जाया ! अम्हं एगे पुत्ते इढे कंते पिए मणुण्णे मणामे धेज्जे वेसासिए सम्मए बहुमए अणुमए भंडकरंडगसमाणे रयणे रयणभूए जीवियऊसासिए हियय-णदि-जणणे उबरपुप्फव दुल्लहे सवणयाए, किमंग पुण पासणयाए ? णो खलु जाया! अम्हे इच्छामो खणमवि विप्पओगं सहित्तए । तं भुंजाहि ताव जाया विपुले माणुस्सए कामभोगे जाव ताव वयं जीवामो ! तओ पच्छा अम्हहिं कालगएहिं परिणयवए वड्डिय-कुलवंसतंतु-कज्जम्मि णिरावयक्खे अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्ससि । ભાવાર્થ:- ગજસુકુમાલ પાસેથી ધર્મ રચ્યાની વાત સાંભળી માતાપિતા આ પ્રમાણે બોલ્યા- હે પુત્ર ! તું ધન્ય છો, પુત્ર! તું પુણ્યવાન છો, હે પુત્ર! તું કૃતાર્થ છો કે તે ભગવાન અરિષ્ટનેમિ સમીપે ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ પણ તને ઈષ્ટ, પુનઃ પુનઃ ઈષ્ટ તથા રુચિકર લાગ્યો છે. ત્યારે ગજસુકમાલકુમારે માતાપિતાને બેવાર-ત્રણવાર આ જ પ્રમાણે વાત કહી યાવતુ ધર્મ મને રુચ્યો છે. તેથી હે માતાપિતા ! હું આપની આજ્ઞા હોય તો ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને, ગૃહવાસ છોડી અણગાર બનવા ઈચ્છું છું. ત્યાર પછીગજસુકુમાલના મુખેથી અનિષ્ટ(અનિચ્છિત), અપ્રિય, અમનોજ્ઞ અને અમનામ (અરુચિકર) પહેલાં ક્યારે ય ન સાંભળી હોય એવી કઠોર વાણી સાંભળી, હૃદયમાં ધારણ કરી, દેવકી દેવી પોતાના મહાન પુત્ર વિયોગના દુઃખથી પીડિત થયાં. તેના રોમેરોમમાં પરસેવો વ્યાપી ગયો. આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. શોકાધિકતાના કારણે તેના અંગ કાંપવા લાગ્યાં, નિસ્તેજ થઈ ગયા, દીન, વિમનસ્ક થઈ ગયાં. હથેળીમાં મસળેલી કમળ માળાની જેમ મુરઝાઈ ગયા. શબ્દ સાંભળતા તત્પણ દુઃખી અને દુર્બલ થઈ ગયાં. લાવણ્યરહિત, કાંતિહીન, શ્રીવિહીન થઈ ગયા. શરીર દુર્બળ થવાના કારણે પહેરેલા અલંકારો અત્યંત ઢીલા થઈ ગયા. હાથના ઉત્તમ વલય સરકીને જમીન પર પડી ચૂરેચૂરા થઈ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર સરકી ગયું. સુકુમાર કેશકલાપ વિખરાઈ ગયો. મૂછવશ શરીર ભારે થઈ ગયું. કુહાડીથી કાપેલી ચંપકલતા સમાન તથા મહોત્સવ સંપન્ન થયા પછી ઈન્દ્રધ્વજ શોભારહિત થઈ જાય તેમ શરીરના સાંધા અર્થાત્ ગાત્રો ઢીલા થઈ ગયાં. આવા દેવકી દેવી સર્વ અંગોથી "ધડામ કરતાં ધરણી પર ઢળી પડ્યાં અર્થાત્ બેભાન થઈ ગયા. ત્યાર પછી દેવકી દેવી પાસે ગભરાયેલા દાસ, દાસી, સ્વજન, પરિજન શીઘ્રતાથી દોડી આવ્યા અને ઝટપટ તેમના શરીર ઉપર સુવર્ણ કળશના મુખથી નીકળેલી શીતળ નિર્મળ જળની ધારાથી સિંચિત કરવા લાગ્યાં તેમજ વાંસના પંખાથી, તાડના પાંદડાના પંખાથી અને વીંજણાથી વીંઝતા ઉત્પન્ન થયેલા જલકણોથી યુક્ત વાયુથી અંતઃપુરના પરિજનો આશ્વાસન આપી શાંત કરવા લાગ્યા. તોપણ દેવકી દેવી મોતીઓની માળાની જેમ અશ્રુધારાથી પોતાના સ્તનોને ભીંજવવા લાગ્યાં. રુદન કરવા લાગ્યાં. તેઓ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy