SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ | શ્રી અંતગડ સૂત્ર માતાની ભાવનાને પૂર્ણ કરવા, ત્યાંથી સીધા પૌષધશાળામાં ગયા હતા. અઠ્ઠમતપથી દેવને પ્રસન્ન કર્યા, વિવેકપૂર્ણ વચનોથી માતાને આશ્વાસન આપ્યું, આ સર્વ પ્રસંગનું સૂત્રકારે સુંદર વર્ણન કર્યું છે. પોસહિપ હુર્વ – સમ્યગ્દષ્ટિ જીવ સંસારભાવે પૌષધગ્રહણ કરે ત્યારે તે અગિયારમાં પૌષધ વ્રત રૂપ ન ગણાય. તે માટે શાસ્ત્રકારે પોસહ વ શબ્દનો પ્રયોગ કર્યો છે. પૌષધની સર્વ વિધિનું તે પાલન કરે છે, તેમ છતાં સંસાર ભાવોના કારણે તે વ્રત રૂપ થતો નથી. જ્ઞાતાસૂત્રમાં પ્રથમ તથા તેરમાં અધ્યયન કથિત અભયકુમાર તથા નંદમણિયારે આ પ્રકારના પૌષ છ વ્રતની આરાધના કરી હતી. શિક્ષા પ્રેરણા :(૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પ બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. તેની મુખ્ય આધારશિલા પણ સ્વયંના જ્ઞાનઅજ્ઞાન, વિવેક–અવિવેક, વૈરાગ્ય અને આસક્તિ પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છએ ભાઈઓ વિરક્ત રહ્યાં અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી. (૪) દેવકીની ઉંમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો. (૫) પુત્રની માતૃભક્તિ હોય તો એક પુત્ર પણ સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણ પોતાના બધાં જ રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણપણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી. (૬) મુનિઓનું સ્વતંત્રપણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં) ત્રણે ય સંઘાડાઓનું પહોંચવું, ઈત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચરીનું અનુમાન કરી શકાય છે. (૭) દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે, ભક્તિ પૂર્વક, કોઈપણ તર્ક વિતર્ક વગર અને આદેશ પ્રત્યાદેશ વગર ત્રણે સંઘાડાઓને વહોરાવવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણે ય સંઘાડાઓને પ્રતિલાભિત કર્યા. એનાથી સ્પષ્ટ થાય છે કે બીજા બીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું અને અકલ્પનીય પણ ન હતું. કારણ કે એવું હોય તો તે(દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત(કે પહેલાં મુનિઓ પધારી ગયાં છે, પરંતુ તેણે ત્રણે ય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું પછી જ પ્રશ્ન કર્યો. એથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસક્તિની શંકા થઈ હશે. એથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદ પૂર્વધારી મુનિએ પણ પોતાની
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy