SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૨૫] દાળના વડા (દહીંવડા) સિવાય સર્વ પ્રકારના વ્યંજન-સ્વાદિષ્ટ પદાર્થોનો હું ત્યાગ કરું છું. ४४ तयाणंतरं च णं पाणियविहि परिमाणं करेइ । णण्णत्थ एगेणं अंतलिक्खोदएणं, अवसेसं पाणियविहिं पच्चक्खामि । શબ્દાર્થ -પાય વિધિ = પીવાનું પાણી. ભાવાર્થ - ત્યાર પછી તેણે પીવાના પાણીની મર્યાદા કરી કે એક માત્ર આકાશમાંથી પડેલા, ઘરમાં એકઠા કરેલા વરસાદના પાણી સિવાય બીજા બધા પ્રકારના પાણીનો હું ત્યાગ કરું છું. ४५ तयाणंतरं च णं मुहवासविहि परिमाणं करेइ । णण्णत्थ पंचसोगंधिएणं तंबोलेणं, अवसेस मुहवासविहिं पच्चक्खामि । શબ્દાર્થ -પંવ-સોwifધ = પાંચ સુગંધી વસ્તુના મુખવાસ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે મુખવાસ વિધિની મર્યાદા કરી કે પાંચ સુગંધિત વસ્તુઓથી યુક્ત પાન સિવાય સર્વ મુખવાસનો હું ત્યાગ કરું છું. વિવેચનઃઆનંદની ઉપભોગ–પરિભોગની આદર્શ સામગ્રી :- (૧) સુગંધિત અને લાલ રંગનો ટુવાલ (૨) લીલું જેઠીમધનું દાતણ (૩) દૂધિયા આંબળા (૪) માલિશ માટે શતપાક, સહસંપાક તેલ (૫) એક પ્રકારની સુગંધિત પીઠીનું મર્દન (૬) આઠ ઘડા પાણી સ્નાન માટે (૭) પહેરવાનાં સૂતરનાં વસ્ત્ર તથા શરીર પર બે વસ્ત્ર (૮) ચંદન, કુમકુમ, અગર,લેપ વગેરે તિલક માટે (૯) કમળ અને માલતીનાં ફૂલોની માળા (૧૦) કુંડળ, અંગૂઠી, આભૂષણ (૧૧) અગર, લોબાનનો ધૂપ (૧૨) એક પ્રકારનો કાઢો ઉકાળો અથવા મગ કે ચોખાનું ઓસામણ (૧૩) મિષ્ટાન્નમાં ઘેવર, ખાજા (૧૪) ભોજનમાં બાસમતી ચોખા (૧૫) ચણા, મગ, અડદની દાળ (૧૬) હંમેશાં સવારે તૈયાર કરેલું શારદીય ઘી (૧૭) બથવા, દૂધી, સુવા, પાલક અને ભીંડાનું શાક (૧૮) પાલંકા-વિશિષ્ટ પ્રકારનું શાક (૧૯) દાળનાં વડાં અને કાંજીનાં વડાં (તળેલા પદાર્થ) (૨૦)પીવા માટે વરસાદનું ભેગું કરેલું પાણી (ર૧) મુખવાસમાં એલચી, લવિંગ, કપૂર, તજ, જાયફળ વગેરે (૨૨) કુલ ૧000 બળદગાડાં, તે ઉપરાંત ચાર વાહન સવારી માટે અને ચાર વાહન માલસામાન માટે ; આમ આઠ વાહનો રાખ્યા હતા. વર્તમાનમાં પ્રચલિત ૨૬ બોલની મર્યાદામાંથી આનંદ ગાથાપતિની મર્યાદામાં (૧) વિગય (૨) જોડા (૩) શયન (૪) સચિત્ત વસ્તુ (૫) દ્રવ્યની મર્યાદાનું સ્પષ્ટીકરણ નથી. ઉત્તમ જાતિના બાસમતી ચોખામાં કલમ એક વિશેષ પ્રકાર છે. આનંદ શ્રાવક ઉત્તર બિહારના નિવાસી હતા. તેથી જ ખાવાના અનાજની મર્યાદામાં કેવળ ભાતની મર્યાદાનો જ ઉલ્લેખ કર્યો છે. જેનો આશય એ છે કે અનેક પ્રકારના ચોખામાં એક વિશેષ જાતિના ચોખાનો જ અપવાદ રાખ્યો, બીજાનો સંપૂર્ણ ત્યાગ કર્યો તેથી અનુમાન થાય છે કે ત્યારે તે ક્ષેત્રમાં ઘઉં વગેરે અન્ય ધાન્યનો ઉપયોગ ઓછો થતો હોય અથવા ભાતનો જ ખોરાક મુખ્ય હોય. અહીં સાફ શબ્દથી શરદ ઋતુનું કથન નથી પરંતુ શારદીય ધૃતનું કથન છે. શારદીય ધૃતનો અર્થ પ્રાતઃકાલીન વૃત થાય છે. હંમેશાં સવારે તૈયાર કરેલા ઘીની જ આનંદ શ્રમણોપાસકે છૂટ રાખી હતી. મંડ = પાપડીવાળું ઘી.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy