SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૦ | | શ્રી ઉપાસક દશાગ સૂત્ર दिसायत्तिएहिं, चउहि वाहणेहिं संवहणिएहिं, अवसेसं सव्वं वाहणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- વાહન = સવારી કરવાનાં સાધન. ભાવાર્થ :- ત્યાર પછી તેણે વાહનવિધિ પરિગ્રહની મર્યાદા કરી કે દિગ્યાત્રિક–દેશાત્તર જવા માટે ચાર વાહન તથા માલ લેવા-લઈ જવા માટે ચાર વાહન રાખું છું. તે સિવાય સર્વપ્રકારના વાહનરૂપ પરિગ્રહનો હું ત્યાગ કરું છું. વિવેચન : વર્તમાનમાં ઉપલબ્ધ વ્રતોની પાઠ પરંપરા અનુસાર પાંચમા, છઠ્ઠા અને સાતમા આ ત્રણે ય વ્રત સંબંધિત મર્યાદા આ સૂત્રોમાં પાંચમા ઇચ્છા પરિમાણ વ્રતની અંતર્ગત ઉપલબ્ધ છે. અતિચારદર્શક પાઠમાં છઠ્ઠા દિશાવ્રતના અતિચાર યથાક્રમથી આપ્યા છે, પરંતુ ઉક્ત સુત્રોમાં દિશાવ્રતનું સ્પષ્ટ નામ નથી, છતાં પણ દિશાવ્રતની મર્યાદા હેવન્થ ની અંતર્ગત સમાવિષ્ટ થાય છે, કારણ કે હેવન્યુ ખુલ્લી જમીન-ખેતર વાડી વગેરે અને ઢાંકેલી જમીન-મકાન વગેરે, તેવો અર્થ થાય છે, પરંતુ અહીં ખેતવત્થની મર્યાદાના પ્રસંગમાં ૫૦૦ હળપ્રમાણ ભૂમિની મર્યાદાનો ઉલ્લેખ છે. ૫00 હળ પ્રમાણ ભૂમિ સંપૂર્ણ ભારત દેશ પ્રમાણ થાય છે, તેથી આ મર્યાદા દિશાવ્રતની જ હોય શકે છે. વાહનોની મર્યાદા સાતમા વ્રતના ૨૬ બોલમાં થાય છે. તે પણ ઉક્તસૂત્રોમાં ઇચ્છાપરિમાણ વ્રતની અંતર્ગત જ ગ્રહણ કરી છે. અપેક્ષાએ આ ઉપર કહેલાં બધાં સુત્રોની સર્વ મર્યાદાઓ ઇચ્છાપરિમાણમાં સમાવિષ્ટ કરી શકાય છે. આ સૂત્રોમાં કરેલી મર્યાદાનો ક્રમ આ રીતે છે. (૧) નિધાન,વ્યાપાર અને ઘરનાં ઉપકરણોની મર્યાદા સોનૈયાના માપમાં (૨) પશુઓની મર્યાદા (૩) ક્ષેત્ર સીમા (દિશા મર્યાદા અથવા ખેતીની મર્યાદા) (૪) બળદગાડી(૫) ચાર વાહન દેશાંતર જવા માટે (સવારીની ગાડીઓ-જીપ, કાર જેવી) (૬) ચાર વાહન માલ લેવા લઈ જવા માટે (માલગાડીઓ-ટ્રક જેવી). પાંચસો હળ :- ૧૦ હાથનો એક વાંસ, ૨૦ વાંસનો એક નિવર્તન, 100 નિવર્તનનો એક હળ, આવા ૫૦) હળ પ્રમાણ ક્ષેત્ર સીમા રાખી૧૦ હાથ ૧ વાંસ ૨) વાંસ ૧ નિવર્તન ૨000 વાંસ ૧૦૦ નિવર્તન ૧૦૦ નિવર્તન ૧ હળ ૧ હળ ૨૦૦૦ વાંસ = ૨૦,૦00 હાથ = ૫000 ધનુષ ૨૦૦૦ વાંસ = ૫000 ધનુષ ૪000 ધનુષ ૨ કોશ ૫000 ધનુષ અઢી કોશ પ00 હળ ૧૨૫૦ કોશ ૨000 કોશ 9000 કિ. મી. (લગભગ) ૧૨૫૦ કોશ = ૪૩૭૫ કિ. મી. આ રીતે વિચારતાં જણાય છે કે ૫૦૦ હળ પ્રમાણની ક્ષેત્રમર્યાદા દિશાવ્રતની અપેક્ષાએ છે. આ વિચારણા વિશેષણવતી ગ્રંથને આધારે છે.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy