SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ : ચૌદ નિયમ ૧૮૫ કે લીલાં શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવા, મીઠું, જીરું, રાઈ, મેથી, અજમા, કાચું પાણી વગેરે. સચિત્ત વસ્તુ અગ્નિ અથવા અન્ય કોઈ પણ શસ્ત્ર-પરિણત થઈ જાય પછી તે અચિત્ત થઈ જાય છે. જો પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય તો તે સચિત્ત જ ગણાય છે. મિશ્રિત વસ્તુ જેમ કે પાન આદિમાં જેટલી સચિત્ત વસ્તુઓ હોય, તે સર્વને પૃથક્ પૃથક્ ગણવી જોઈએ. ધ્યાનમાં લેવા યોગ્ય વિશેષ સૂચન :– ૧. બીજ સહિતનું ફળ અને તેનો રસ સચિત્ત ગણાય છે. બીજ પણ કાચાં અને પાકાં બે પ્રકારના હોય છે. તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. ૨. ખારીયા (મીઠા વગેરેથી સંસ્કારિત કરેલાં કાચાં શાક) તથા સંકેલા મકાઈ વગેરેના ડોડા અર્ધપક્વ હોવાથી સિંચત્ત ગણાય છે. ૩. પાકા ફળોનો રસ કાઢયા પછી અને ગાળ્યા પછી કેટલોક સમય વ્યતીત થયા પછી અચિત્ત ગણાય છે. ૪. સાફ કરેલા ચોખાને છોડીને પ્રાયઃ સર્વ અનાજ સચિત્ત છે. તેને પીસવાથી કે રાંધવાથી અચિત્ત થાય છે, પલાળવાથી નહીં. ૫. કાળું મીઠું છોડીને સર્વ પ્રકારનું મીઠું [નિમક] સચિત્ત છે. ઉકાળીને તૈયાર કરેલું હોય ગરમ કરેલું હોય તો તે અચિત્ત છે. તેને પીસવાથી ચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત જ રહે છે. તેને પીસે તો અચિત્ત બને છે. ૭. કોઈ પણ ભીના પદાર્થમાં નિમક, જીરું આદિ ઉપર નાંખે તો અર્ધો કલાક સુધી ચિત્ત રહે છે. સૂકા પદાર્થમાં નાંખવાથી તે સચિત્ત જ રહે છે. [અન્ય પણ કોઈ ધારણાનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. (૨) દ્રવ્ય : આખા દિવસમાં જેટલી ચીજ વસ્તુ ખાવા – પીવાના ઉપયોગમાં આવે, તેની જાતિની મર્યાદા કરવી, અર્થાત્ તૈયાર કરેલી ચીજની એક જાતિ ગણવી. તેને ગમે તે રીતે ઉપયોગમાં લેવાતી હોય. બીજી રીતે એ પણ છે કે જેટલી રીતે સ્વાદ પરિવર્તન કરી, અન્ય દ્રવ્યનો સંયોગ કરી ખાવામાં લેવાય, તેને જુદાં દ્રવ્યો ગણવાં. જેમકે દૂધમાં ઉપરથી સાકર નાંખી તો તેને બે દ્રવ્ય ગણવાં. દ્રવ્યની ગણનામાં દવાનો આગાર રાખી શકાય છે. અન્ય કોઈ પણ આગાર અથવા ધારણા નિશ્ચિત કરી શકાય છે. (૩) વિગય : મહાવિગય (માખણ-મધ) નો ત્યાગ કરવો અને પાંચ વિગય (૧. દૂધ ૨. દહીં ૩. થી ૪. તેલ ૫. સાકર-ગોળ) માંથી ઓછામાં ઓછો એક વિગયનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો પાંચેની મર્યાદા કરવી. ગોળ સાકર ને જુદા જુદા ગણવાથી છ વિગય ગણાય છે. ચા, રસગુલ્લા, માવાની મીઠાઈમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુમાં ત્રણ વિગય ગણવા, દહીં માંથી માખણ ન કાઢયું હોય ત્યાં સુધી દહીંનું વિગય ગણવું. જેમ કે રાઈતું, મટ્ટો આદિ. તેલમાં બનાવેલી કોઈ પણ ચીજ હોય તો તેને તેલનું વિગય ગણવું જેમ કે શાક, અથાણું, તેલમાં તળેલી વસ્તુ. સાકર, ગોળ અને તેમાંથી બનેલી ચીજો, શેરડીનો રસ આદિને સાકર-ગોળના વિગયમાં ગણવું. જે ચીજમાં સાકર-ગોળ વિના સ્વાભાવિક મીઠાસ હોય તો તેની વિયમાં ગણના થતી નથી. જેમ કે ફળ, મેવા, ખજુર આદિ. દહીં નાંખીને બનાવેલ શાક કે કઢીની દહીંના વિગયમાં ગણના થતી નથી. (૪) પન્ની(પગરખા) : પગમાં પહેરવાનાં ચપ્પલ, બૂટ આદિની જાતિ, ચામડાના, રબ્બરના આદિની મર્યાદા કરવી તથા જોડી કે નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો અથવા ભૂલચૂકનો આગાર. ખોવાઈ
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy