SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬s ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર o) નવમું અધ્યયના શ્રમણોપાસક નંદિનીપિતા ગાથાપતિ નંદિનીપિતા :| १ णवमस्स उक्खेवो । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं सावत्थी नयरी। कोट्ठए चेइए । जियसत्तू राया । तत्थ णं सावत्थीए णयरीए णंदिणीपिया णाम गाहावई परिवसइ । अड्डे जाव बहुजणस्स अपरिभूए । चत्तारि हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ वुड्डिपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ पवित्थरपउत्ताओ, चत्तारि वया, दस गोसाहस्सिएणं वएणं । अस्सिणी भारिया । ભાવાર્થ:- નવમા અધ્યયનનું આરંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. હે જંબુ! તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામના સમૃદ્ધિવાન યાવતુ ઘણા લોકોથી સંમાન પ્રાપ્ત ગાથાપતિ નિવાસ કરતા હતા. તેની ચાર કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, ચાર કરોડ સોનામહોર વ્યાપારમાં તથા ચાર કરોડ સોનામહોર ઘરની સાધન-સામગ્રીમાં હતી. તેને ચાર ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ અશ્વિની હતું. ગૃહસ્થ ધર્મ સ્વીકાર, સાધનામય અંત:| २ सामी समोसढे । जहा आणंदो तहेव गिहिधम्म पडिवज्जइ । सामी बहिया विहरइ । ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદની જેમ નંદિનીપિતાએ શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. ३ तए णं से णंदिणीपिया समणोवासए जाव विहरइ । ભાવાર્થ :- નંદિનીપિતા શ્રાવકધર્મ સ્વીકારી શ્રમણોપાસક થઈ ગયા. ધર્મ આરાધનાપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. શાંતિમય જીવન અને સાધનામય અંતઃ| ४ तए णं तस्स णंदिणीपियस्स समणोवासयस्स बहहिं सीलव्वयगुण जाव भावेमाणस्स चोद्दस संवच्छराई वइक्कंताई । तहेव जेट्ठ पुत्तं ठवेइ । धम्मपण्णत्तिं । वीसं वासाई परियागं । णाणत्तं- अरुणगवे विमाणे उववाओ महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवओ जहा पढमस्स ।
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy