SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક [ ૧૫૫ | હતી. તે લોખંડની લોઢી પર સેકેલા, ઘીમાં તળેલાં તથા અગ્નિ પર ભૂંજેલા ઘણા પ્રકારના માંસ અને સુરા- દારૂ, મધુ, મેરક, મધ, સીધુ અને પ્રસન્ન નામની મદિરાઓનું આસ્વાદન કરતી, તેની મજા લેતી, બીજાઓને વહેંચતી, ઉન્મત્ત બની તેનું સેવન કરતી જીવન પસાર કરવા લાગી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સુરા, મધુ, સીધુ તથા પ્રસન્ન નામની મદિરાઓનો ઉલ્લેખ છે. જેને રેવતી ઉપયોગમાં લેતી હતી. માદક દ્રવ્યના સેવનથી વ્યક્તિ ઉન્મત્ત, વિવેકભ્રષ્ટ અને પતિત થઈ જાય છે. તે રીતે રેવતી પણ ઉન્મત્ત બની ગઈ હતી. આયુર્વેદના ગ્રંથોમાં જયાં મદિરાના ભેદોનું વર્ણન છે ત્યાં બીજી રીતે આ નામો પણ આવી જાય છે. તેનું વર્ણન આ પ્રમાણે છે– સુરા–ભાવપ્રકાશ અનુસાર શાલી અથવા સાઠી ધાન્યની પીઠીથી જે મધ તૈયાર થાય છે તેને સુરા કહેવાય છે. મધુ– જેના નિર્માણમાં અન્ય વસ્તુઓની સાથે મધ પણ મેળવવામાં આવે છે. અષ્ટાંગ હૃદયમાં(વાભટે લખેલ વૈદક ગ્રંથમાં) તેને માધવમધ કહેવામાં આવ્યું છે. સુશ્રુત સંહિતામાં તેનો મધ્વાસવના નામથી ઉલ્લેખ છે. મધ અને ગોળ દ્વારા તેને બનાવવામાં આવે છે. મેરક- આયુર્વેદના ગ્રંથોમાં તેનો મૈરેય નામથી ઉલ્લેખ છે. સુશ્રુત સંહિતામાં તેને ત્રિયોનિ કહેલ છે. પીઠીથી બનેલી સુરા, ગોળથી બનેલો આસવ તથા મધ આ ત્રણના મિલનથી આ તૈયાર થાય છે. મધ–મધ સામાન્ય રીતે મદિરાનું જ નામ છે. પરંતુ અહીં સંભવ છે કે આ મદિરા માર્દિક ભેદથી સંબંધિત છે. સુશ્રુત સંહિતા અનુસાર આ દ્રાક્ષમાંથી તૈયાર થાય છે. સીધુભાવપ્રકાશ પ્રમાણે શેરડીના રસથી બનાવેલા મધને સીધુ કહેવાય છે. તે શેરડીના પાકા રસ અને કાચા રસ બંનેમાંથી ભિન્ન ભિન્ન તૈયાર થાય છે. બંનેની માદકતામાં તફાવત હોય છે. પ્રસન્ન-સુશ્રુતસંહિતા પ્રમાણે સુરાનો નીતરેલો ઉપરનો નિર્મળ ભાગ પ્રસન્ન અથવા પ્રસન્ના કહેવાય છે. અષ્ટાંગ હૃદયમાં વારુણીનો પર્યાય પ્રસન્ના કહ્યો છે. તે પ્રમાણે સુરાનો ઉપરનો સ્વચ્છ ભાગ પ્રસન્ના છે, તેનો નીચેનો ઘટ્ટ ભાગ જગલ કહેવાય છે. જંગલનો નીચેનો ભાગ મેદક કહેવાય છે. નીચે રહેલા કલ્કને નીચોવવાથી નીકળેલું દ્રવ્ય બક્કસ કહેવામાં આવે છે. |११ तए णं रायगिहे णयरे अण्णया कयाइ अणाघाए घुढे यावि होत्था । શબ્દાર્થ :- માયા = અમારિ પડહ યુક્રેન ઘોષણા સ્રોતરિ પુર = પિયરથી લાવેલા નોકર. ભાવાર્થ :- એકવાર રાજગૃહનગરમાં અમારિ પડહ-પ્રાણીવધ ન કરવાની ઘોષણા થઈ. १२ तए णं सा रेवई गाहावइणी मंसलोलुया, मंसेसु मुच्छिया जाव कोलघरिए पुरिसे सहावेइ, सहावेत्ता एवं वयासी- तुब्भे, देवाणुप्पिया ! मम कोलघरिएहिंतो वएहितो कल्लाकल्लि दुवे दुवे गोण-पोयए उद्दवेह, उद्दवित्ता मम उवणेह । શબ્દાર્થ :- તુવે કુવે બે-બે ગોળપણ = ગાયનું વાછરડું વતિ લાવો. ભાવાર્થ :- ગાથાપતિની પત્ની રેવતી માંસમાં લોલુપી અને આસક્ત હતી તેથી પોતાના પિયરના નોકરને બોલાવ્યો અને તેને કહ્યું – તમે મારા પિયરના ગોકુળોમાંથી પ્રતિદિન બે વાછરડાં મારીને મારી પાસે લાવો. १३ तए णं ते कोलघरिया पुरिसा रेवईए गाहावइणीए तहत्ति' एयमटुं विणएणं
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy