SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર ૧૪૩ ] पुच्छंसि वा पिच्छंसि वा सिंगंसि वा, विसाणंसि वा, रोमंसि वा जहिं जहिं गिण्हइ, तहिं तहिं णिच्चलं णिप्फंदं धरेइ । एवामेव समणे भगवं महावीरे ममं बहूहिं अद्वेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य जहिं जहिं गिण्हइ तहिं तहिं णिप्पट्ठ-पसिण-वागरणं करेइ । से तेणढणं सद्दालपुत्ता ! एवं वुच्चइ- णो खलु पभू अह तव धम्मायरिएणजाव महावीरेण सद्धि विवाद करेत्तए । શબ્દાર્થ :- સદ્ધિ = સાથે જે ફળદ્દે સમદ્ = તે અર્થ સમર્થ નથી, તે સંભવ નથી. અપાય = નિરોગી fથરાદન્થ = સ્થિર પકડવાળા હાથ ઉપદૃ = પીઠ થઇ જય = અત્યંત સઘન વટ્ટ = ગોળ પત્તિUધે = તળાવની પાળ જેવા અંધથી યુક્ત સંઘ = કૂદીને અંતર કાપવું પવન = ઊંચાઈમાં કૂદવું વ-મેટ્ટ = ઈટોના ટૂકડાથી ભરેલો ચામડાનો કોથળો (કુંજો), નીચેથી વિસ્તારવાળો ઉપર સાંકડા મુખવાળો. વાયામ = વ્યાયામ વિ= મુટ્ટી ૩૨ સ્તવન સમUMI = આંતરિક ઉત્સાહ અને શક્તિયુક્ત #ણે = દક્ષ, ચતુર સિખોવાઈ = કલાની સૂક્ષ્મતાથી યુક્ત = ઘેટાં યં = બકરો તિત્તર = તેતર સેળયં = બાજને ઉન્નત્ન = ગતિશૂન્ય fષ્ઠવં= હલનચલન રહિત. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક સકડાલપુત્રે મખલિપુત્ર ગોશાલકને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમે આટલા બધા વિચક્ષણ દક્ષ, ચતુર, શ્રેષ્ઠવાશ્મી-વાણીના ચતુર, નિપુણ-સૂક્ષ્મદર્શી, નયવાદી, નીતિવક્તા, ઉપદેશલબ્ધ-આપ્તજનોનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. બહુશ્રુત, વિજ્ઞાન પ્રાપ્ત અર્થાત્ વિશેષ બોધયુક્ત છો. શું તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ભગવાન મહાવીરની સાથે તત્ત્વચર્ચા કરવામાં સમર્થ છો ? ગોશાલક- ના, તે સંભવ નથી. સકલાલપત્ર- હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શા માટે કહો છો કે તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરની સાથે તત્ત્વચર્ચા કરવામાં સમર્થ નથી? ગોશાલક- સકડાલપુત્ર! જેમ કોઈ તરુણ, યુગવાન, બળવાન, નિરોગી પુરુષ હોય, તે હાથની સ્થિર પક્કડવાળો, મજબૂત હાથ-પગવાળો, બળવાન પડખાં, પીઠનો વચલો ભાગ તથા જાંઘવાળો, લોખંડના દંડ જેવી લાંબી અને વિશાળ ભુજાઓ વાળો, દઢ, માંસલ અને તળાવની પાળ જેવા ગોળ સ્કંધવાળો, ઈટોના ટુકડાથી ભરેલા ચામડાના કુપ્પા, મુગર વગેરે સાધનોને ઉપાડવાના વ્યાયામનો અભ્યાસી, ચામડાની રસ્સીમાં પરોવેલા મુટ્ટીના પ્રમાણવાળા ગોળાકાર પત્થરના ટુકડાના તાડન દ્વારા પડેલા ચિહ્નોથી વ્યાપ્ત શરીરવાળો, દોડવામાં, કૂદવામાં તથા અત્યંત વેગવાળા વ્યાયામમાં ચતુર અને આંતરિક સામર્થ્યવાળો, કુશળ, દક્ષ, નિપુણ-પ્રારંભેલા કાર્યને પૂર્ણ કરનાર, કળા કૌશલનો જાણકાર એવો કોઈ યુવાન પુરુષ એક મોટા બકરાને, ઘેટાને, ડુક્કરને, મરઘાને, તેતરને, વર્તકને, લાવકને, કબૂતરને, કપિંજલને, કાગડાને અથવા બાજને પંજા, પગ, ખરી, પંછ, પાંખ, શીંગડાં, રુંવાંટી આદિ જ્યાંથી પણ પકડે ત્યાં જ તેને નિશ્ચલ તથા નિષ્પદ(હલન ચલન રહિત) બનાવી દે છે. આ રીતે શ્રમણ ભગવાન મહાવીર અનેક પ્રકારના તાત્ત્વિક અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો તથા વિશ્લેષણો આદિ દ્વારા જ્યાંથી પકડશે ત્યાં મને નિરુત્તર બનાવી દેશે. હે સકલાલપુત્ર! તેથી કહું છું કે તમારા ધર્માચાર્ય ભગવાન મહાવીરની સાથે હું તત્ત્વચર્ચા કરવા સમર્થ નથી. વિવેચનઃ પ્રસ્તુત પ્રસંગથી એ પ્રેરણા મળે છે કે શુદ્ધ વીતરાગ ધર્મને પ્રાપ્ત કરીને સાધકોએ અન્ય-અન્ય
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy