SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૨૯ ] નમસ્કાર, સત્કાર અને સન્માન કરીશ. તે કલ્યાણમય, મંગલમય, દેવસ્વરૂપ તથા જ્ઞાનવંત છે, તેની પર્યાપાસના કરીશ તથા પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંતારક માટે આમંત્રણ કરીશ. ભગવાન મહાવીરનું આગમન - १० तए णं कल्लं जाव जलते समणे भगवं महावीरे जाव समोसरिए । परिसा णिग्गया जाव पज्जुवासइ । ભાવાર્થ :- ત્યારપછી બીજે દિવસે સવારે ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ ભેગી થઈ, ભગવાનની પર્યાપાસના કરી. સકલાલપુત્રનું દર્શનાર્થ ગમન :११ तए णं से सद्दालपुत्ते आजीविओवासए इमीसे कहाए लद्धढे समाणे- एवं खलु समणे भगवं महावीरे जाव जेणेव पोलासपुरे णयरे, जेणेव सहस्संबवणे उज्जाणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि णमंसामि, सक्कारेमि, सम्मामि कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासामि एवं संपेहेइ, संपेहित्ता हाए जाव अप्पमहग्घाभरणालंकिय-सरीरे, मणुस्सवग्गुरा-परिगए साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता, पोलासपुर णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे उज्जाणे, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता तिक्त्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । શબ્દાર્થ :- સુલૂસમાને = સાંભળવાના ભાવથી, ભક્તિ-ભાવથી. ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે આ સાંભળ્યું કે ભગવાન મહાવીર પોલાસપુર નગરમાં પધાર્યા છે. સહસામ્રવન ઉધાનમાં યથોચિત સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં બિરાજ્યા છે. તેણે વિચાર્યું, હું જઈને ભગવાનને વંદના, નમસ્કાર, સત્કાર, અને સન્માન કરું. તેઓ કલ્યાણમય, મંગલમય, દેવસ્વરૂપ તથા જ્ઞાનવંત છે, તેઓની પર્યાપાસના કરું. આમ વિચારી તેમણે સ્નાન કર્યું યાવતુ પરિષદને યોગ્ય શુદ્ધ (માંગલિક અને ઉત્તમ) વસ્ત્ર પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું, જનસમુદાયની સાથે ઘેરથી નીકળ્યા, પોલાસપુર નગરની મધ્યમાંથી પસાર થઈને, સહસામ્રવન ઉદ્યાનમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા- પ્રદિક્ષણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક એ રીતે સામે બેઠા, નમન કરી સાંભળવાની ઇચ્છાથી વિનયપૂર્વક હાથ જોડ્યા, પર્યાપાસના કરી. १२ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स तीसे य महइ जाव धम्म परिकहेइ । ભાવાર્થ :- ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપત્રને તથા પરિષદને ધર્મદેશના આપી.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy