SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૮] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શબ્દાર્થ :- ગરિલf૨ = પરાક્રમ વિના આપસમાણ થ = સ્વાધીન થયા છે. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક કુંડકૌલિકને કહ્યું–દેવાનુપ્રિય ! મને આ દિવ્ય ઋદ્ધિ, ધૃતિ અને પ્રભાવ વગેરે ઉત્થાન યાવતુ પરાક્રમ વિના જ ઉપલબ્ધ થયાં છે. |८ तए णं से कुंडकोलिए समणोवासए तं देवं एवं वयासी- जइ णं देवा ! तुमे इमा एयारूवा दिव्वा देविड्डी जाव अपुरिसक्कार-परक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया, जेसिं णं जीवाणं णत्थि उट्ठाणे इ वा, परक्कमे इ वा, ते किं ण देवा? अह णं, देवा! तुमे इमा एयारूवा दिव्वा देविड्डी जाव परक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया, तो जं वदसि- सुंदरी णं गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्तीणत्थि उट्ठाणे इ वा जाव णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्ती- अत्थि उट्ठाणे इ वा जाव अणियया सव्वभावा, तं ते मिच्छा । શબ્દાર્થ :- fમચ્છ = મિથ્થા સટ્ટાને = ઉત્થાન વસિ= કહો છો. ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક કુંડકૌલિકે તે દેવને કહ્યું જો તમે આ દિવ્ય ઋદ્ધિ, પ્રયત્ન, પુરુષાર્થ, પરાક્રમ વગેરે કર્યા વિના જ પ્રાપ્ત કર્યા છે, તો જે જીવોમાં ઉત્થાન, પરાક્રમ વગેરે નથી, તે દેવ કેમ થતા નથી? અને જો તમે દિવ્ય ઋદ્ધિ ઉત્થાન યાવતુ પરાક્રમથી પ્રાપ્ત કરી હોય તો ઉત્થાન વગેરેનો જેમાં સ્વીકાર નથી, સર્વભાવનિયત છે, તેવી ગોશાલકની ધર્મ શિક્ષા સુંદર છે તથા જેમાં ઉત્થાન વગેરેનો સ્વીકાર છે, સર્વભાવ નિયત નથી એવી ભગવાન મહાવીર સ્વામીની શિક્ષા શ્રેષ્ઠ નથી, એવું તમારું કથન મિથ્યા છે. વિવેચન : ગોશાલકનું કથાનક શ્રી ભગવતી સૂત્રમાં છે. તેણે પ્રભુ મહાવીરના તપપ્રભાવથી આકર્ષિત થઈને, અંતરની આગ્રહ ભરેલી ભાવનાથી પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર કર્યું; છ વર્ષ સાથે રહીને તેજોવેશ્યાની પ્રાપ્તિ કરી. તત્પશ્ચાત્ તે ભગવાનથી પૃથક થઈ ગયો અને નિયતિવાદની પ્રરૂપણા કરવા લાગ્યો, સ્વયંને જિન, અહંતુ, તીર્થકર અને કેવળી તરીકે ઓળખાવવા લાગ્યો. પ્રસ્તુત સૂત્રમાં દેવે ગોશાલકના નિયતિવાદની પ્રરૂપણા કરી છે. વાસ્તવમાં આ સંસારમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ તે પાંચ સમવાયના સુમેળથી જ કોઈ પણ કાર્યસિદ્ધિ થાય છે. આ પ્રભુ મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ છે. જ્યારે ગોશાલકના અનુયાયી દેવ એકાંત નિયતિની પ્રરૂપણાને સત્ય કહે છે. સૂત્રમાં પ્રયુક્ત ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ તે પાંચ શબ્દો કાર્યસિદ્ધિના ક્રમિક વિકાસને સ્પષ્ટ કરે છે. તેના અર્થ આ પ્રમાણે છે– (૧) ઉત્થાન- કાર્ય કરવાનો ઉત્સાહ, તીવ્રભાવના અથવા કાર્ય કરવાનો નિર્ણય (૨) કર્મ- કાર્યનો પ્રારંભ (૩) બલ- શારીરિક બળ શરીર સામર્થ્ય (૪) વીર્ય- આત્મિક બળ, જીવ સામર્થ્ય (૫) પુરુષાકાર પરાક્રમ- કાર્ય કરવામાં ક્રિયાન્વિત થવું. -[ ઉપાસક દશાંગ સૂત્ર, ટીકા] કુંડકૌલિકની દઢશ્રદ્ધાઃ| ९ तए णं से देवे कुंडकोलिएणं समणोवासएणं एवं वुत्ते समाणे संकिए कंखिए,
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy