SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલનીપિતા ૯૯] પ્રાપ્ત થયો, પકડ્યો ! = કર્યો મહયા = મોટેથી સમયર = કર્યું. ભાવાર્થ :- પુરુષે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે અરે! આ અધમ, અનાર્યબુદ્ધિવાન, પુરુષે અધમ પાપકર્મ કર્યું, મારા જ્યેષ્ઠ પુત્રને, મધ્યમ પુત્રને અને કનિષ્ઠ પુત્રને ઘેરથી લાવ્યો, તેની હત્યા કરી, તેના માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં, હવે આપને પણ (માતાને) ઘેરથી લાવીને મારી સામે મારી નાંખવા ઇચ્છે છે. મારા માટે એ જ શ્રેષ્ઠ છે કે હું તે પુરુષને પકડી લઉં. આમ વિચાર કરી હું તેને પકડવા માટે દોડ્યો, તક્ષણ તે આકાશમાં ઊડી ગયો. તેને પકડવા ફેલાવેલા મારા હાથમાં થાંભલો આવ્યો અને મેં જોરજોરથી અવાજ કર્યો. માતા દ્વારા હિતશિક્ષા:| २३ तए णं सा भद्दा सत्थवाही चुलणीपियं समणोवासयं एव वयासी- णो खलु केइ पुरिसे तव जाव कणीयसं पुत्तं साओ गिहाओ णीणेइ, णीणेत्ता तव अग्गओ घाएइ, एस णं केइ पुरिसे तव उवसग्गं करेइ, एस णं तुमे विदरिसणे दिटे । तं णं तुम इयाणिं भग्गव्वए भग्गणियमे भग्गपोसहे विहरसि । तं णं तुमं पुत्ता ! एयस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । શબ્દાર્થ :- ૬ પુરિલે = કોઈ પુરુષ વિલિ = ભયંકર દશ્ય ૯િ = દેખ્યો ભાવ = વ્રતભંગ મwrણયને = નિયમભંગ અer = યથાયોગ્ય. ભાવાર્થ :- ત્યારે ભદ્રા સાર્થવાહીએ શ્રમણોપાસક ચુલનીપિતાને કહ્યું - હે પુત્ર! એવો કોઈ પુરુષ હતો નહીં, જે તમારા પાવતુ નાના પુત્રને ઘેરથી લાવ્યા હોય અને તમારી સામે હત્યા કરી હોય. આ તો તમારા માટે કોઈ દેવકૃત ઉપસર્ગ હતો, તેથી તમને આ ભયંકર દશ્ય દેખાયું. તમારા વ્રત, નિયમ અને પૌષધ ખંડિત થયાં છે. માટે હે પુત્ર! તમે આ સ્થાનની, વ્રતભંગ રૂપ આચરણની આલોચના કરો યાવત્ તેના માટે તત્પરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારો. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દેવ દ્વારા શ્રમણોપાસક ચુલનીપિતાના ત્રણ પુત્રોને તેની નજર સમક્ષ તલવારથી કાપવાનો તથા ઊકળતા પાણીની કડાઈમાં નાંખવાનો જે ઉલ્લેખ છે, તે કોઈ વાસ્તવિક ઘટના ન હતી. તે દેવકૃત ઉપસર્ગ હતો. તેનું સ્પષ્ટીકરણ કામદેવના પ્રકરણમાં કર્યું છે. વિશેષતા એ છે કે અંતે લનીપિતા પોતાનાં વ્રતોથી વિચલિત થઈ ગયા. વ્રતી અથવા ઉપાસક માટે એ આવશ્યક છે કે તે પ્રતિક્ષણ સાવધાન રહે. પોતાના નિયમના યથાવતું પાલનમાં જાગૃત રહે. તેમ છતાં સાધક ક્યારેક પૂર્વકૃત કર્મોના ઉદયને આધીન બની જાય છે. તેની દઢતા ક્યારેક તૂટી જાય છે. આ સમયે ગુરુ ભગવંતો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે. ક્યારેક સ્વયં આત્મપ્રેરણાથી પુનઃ સાવધાન થઈ જાય છે. પ્રસ્તુત પ્રકરણમાં માતાની પ્રેરણા પુત્રને સાવધાન કરે છે. તેમજ પૂર્વે આચરેલા દોષોનું પુનરાવર્તન ન થાય તે માટે તે પોતાના સંકલ્પને સ્મૃતિપટ પર લાવે છે. સાધકો માટે તે દોષ સેવનના દંડરૂપ પ્રાયશ્ચિતનું વિધાન છે. પ્રાયશ્ચિતની પ્રક્રિયામાં ઉપાસક અંતર્મુખ બનીને આત્મનિરીક્ષણ કરે છે. તેના જ અનુસંધાનમાં આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ વગેરે શબ્દપ્રયોગ વિશેષ રૂપે છે. જે
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy