SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે એક દિવસ ચંપા નગરીમાંથી પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન કરી તે અન્ય જનપદોમાં વિહાર કરતાં વિચરવા લાગ્યા. કામદેવનું દેવલોક ગમન:|३२ तए थे कामदेवे समणोवासए पढम उवासग-पडिम उवसंपज्जित्ताणं विहरइ । जाव एक्कारसमं उवासगपडिमं सम्मं आराहेइ, एवं जहा आणंदे जाव भत्तपाणपडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । શબ્દાર્થ :- ડ = પ્રતિમા. ભાવાર્થ - ત્યાર પછી શ્રમણોપાસક કામદેવે પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કર્યો યાવનું શ્રાવકની ૧૧ પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી અને ત્યાર પછી આનંદ શ્રાવકની જેમ સંથારો કર્યો. ३३ तए णं से कामदेवे समणोवासए बहूहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाणपोसहववासेहिं अप्पाणं भावेत्ता वीसं वासाई समणोवासगपरियागं पाउणित्ता, एक्कारस उवासगपडिमाओ सम्म काएणं फासेत्ता, मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सर्टि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते, समाहिपत्ते, कालमासे कालं किच्चा, सोहम्मे कप्पे सोहम्मवडिंसयस्स महाविमाणस्स उत्तरपुरस्थिमेणं अरुणाभे विमाणे देवत्ताए उववण्णे। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । कामदेवस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । શબ્દાર્થ - ખાખે = આત્માને વાલાવું વર્ષ, અનેક વર્ષ, વર્ષો માલિયાણ = એક મહીનો સર્ફિ સાઠ. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે અણુવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કર્યો. આત્માને શોધન તથા સ્વચ્છ કર્યો. વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાય-શ્રાવક ધર્મનું પાલન કર્યું, અગિયાર ઉપાસક પ્રતિમાનું સારી રીતે પાલન કર્યું, એક માસનો સંથારો અને સાઠભકત ભોજનનો ત્યાગ કરી, આલોચના, પ્રતિક્રમણ કરી, મરણ સમયે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. દેહનો ત્યાગ કરી ને સૌધર્મ દેવલોકમાં સૌધર્માવલંક મહાવિમાનના ઈશાનકોણમાં સ્થિત અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની હોય છે. કામદેવ નામના દેવનું આયુષ્ય પણ ચાર પલ્યોપમનું છે. ३४ से णं भंते ! कामदेवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता, कहिं गमिहिइ, कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું- હે ભંતે ! કામદેવ તે દેવલોકના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે દેવ શરીરનો ત્યાગ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું - હે ગૌતમ! કામદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે. અહીં ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy