SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૬૫] શબ્દાર્થ -મુક્કાનું મસ્તક નમાવીને હિન્સા વસંત = ગૃહસ્થપણે રહેતા. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ત્રણવાર મસ્તક ઝુકાવીને ભગવાન ગૌતમનાં ચરણોમાં વંદન, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી તે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! શું ઘરમાં રહેતાં એક ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે? ગૌતમ સ્વામીએ કહ્યું – હા, થઈ શકે છે. આનંદશ્રમણોપાસકે કહ્યું- હે ભગવન્! એક ગૃહસ્થની ભૂમિકામાં વિદ્યમાન મને પણ અવધિજ્ઞાન થયું છે. જેના કારણે હું પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસો યોજન સુધીનું લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તર દિશામાં ચુલહિમાવાન વર્ષધર પર્વત સુધીનું ક્ષેત્ર, ઊર્ધ્વ દિશામાં પહેલા દેવલોક સુધી તથા અધોદિશામાં પહેલી રત્નપ્રભા નરકમાં લોલુપાચ્યત નામના નરકાવાસ સુધી જાણું છું અને જોઉં છું. આનંદ શ્રાવકના અવધિજ્ઞાન વિષયક ગૌતમ સ્વામીની શંકા - ९० तए णं से भगवं गोयमे आणंदं समणोवासयं एवं वयासी- अत्थि णं, आणंदा! गिहिणो जाव समुप्पज्जइ, णो चेव ण एमहालए । त ण तुम आणंदा ! एयस्स ठाणस्स आलोएहि पडिक्कमाहि,णिंदाहि,गरिहाहि, विउट्टाहि, विसोहेहि अकरणयाए, अब्भुट्ठाहि अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जाहि । શબ્દાર્થ :- પતિ = આવડું મોટું પથસ ટાસ્ત = આ સ્થાનની તવોનું = તપ કર્મને કેવળાદિ = ગ્રહણ કરો વિઠ્ઠrદ = નિવૃત્ત થાઓ. ભાવાર્થ - ત્યારે ગૌતમ સ્વામીએ આનંદ શ્રમણોપાસકને કહ્યું– ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ આટલું વિશાળ નહીં. માટે હે આનંદ ! તમે આ સ્થાનની (આ મૃષાવાદરૂપ સ્થિતિ અથવા પ્રવૃત્તિની) આલોચના કરો, પ્રતિક્રમણ કરો, પુનઃ શુદ્ધ અંતઃસ્થિતિમાં પાછા ફરો. આ પ્રવૃત્તિની નિંદા કરો, ગહ કરો, આંતરિક ખેદનો અનુભવ કરો, તે ભાવો વિછિન્ન કરો અથવા દૂર કરો, આ અકરણતા અથવા અકાર્યનું શોધન કરો. તેનાથી ઉત્પન્ન થયેલા દોષોનું પરિમાર્જન કરો. યથોચિત પ્રાયશ્ચિત માટે અત્થિત–તૈયાર થાઓ. તે માટે તપ કર્મ સ્વીકાર કરો. ९१ तए णं से आणंदे समणोवासए भगवं गोयम एवं वयासी- अत्थि णं, भंते! जिणवयणे संताणं, तच्चाणं, तहियाणं, सब्भूयाणं भावाणं आलोइज्जइ जावपडिवज्जिज्जइ? णो इणद्वे समढे । जइ णं भंते! जिणवयणे संताणं जाव भावाणं णो आलोइज्जइ जाव तवोकम्मं णो पडिवज्जिज्जइ, तं णं भंते! तुब्भे चेव एयस्स ठाणस्स आलोएह जाव पडिवज्जह । શબ્દાર્થ :- નિણવયને = જિનશાસનમાં, જિનવચનોમાં તવાળું = સત્ય તરિયાળું = તથ્ય સમૂયાઈ = સદ્ભત ગારિર = તદનુરૂપ, તેને યોગ્ય. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ભગવાન ગૌતમને કહ્યું- હે ભગવાન ! શું જિનશાસનમાં સત્યતત્ત્વપૂર્ણ, તથ્ય-યથાર્થ સદ્ભૂત ભાવો માટે પણ આલોચનાનો યાવત્ સ્વીકાર કરવો પડે છે? ગૌતમસ્વામીએ કહ્યું- હે આનંદ! તે પ્રમાણે નથી. આનંદે કહ્યું કે હે ભગવન્! જ્યારે જિનશાસનમાં સત્ય
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy