SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર સ્વીકાર્યો છે. અન્ય મતાવલંબી સાધુઓને વંદન, નમન, આહાર પ્રદાન વગેરે વ્યવહાર ન કરવાનું કથન આધ્યાત્મિક અથવા ધાર્મિક દષ્ટિથી છે પરંતુ શિષ્ટાચાર કે સર્વ્યવહાર વગેરેનો અહીં નિષેધ સમજવો નહીં, કારણ કે શિષ્ટાચાર અને સદ્યવહારની અપેક્ષાએ જ સૂત્રમાં છ આગાર કહ્યા છે. તેમાં સંઘ સમાજની પરિસ્થિતિનો આગાર પણ છે. તે છ આગાર આ પ્રમાણે છે– (૧) રાજા (૨) સંઘ, સમાજ (૩-૪) સૈન્ય અથવા બળવાન પુરુષ અને દેવતાના ભયથી અથવા તેના દબાણથી (૫) ગુરુના આદેશથી (૬) આજીવિકા— નોકરીમાં માલિકની આજ્ઞાનો આગાર અને જંગલમાં આપત્તિમાં ફસાઈ જવાની સ્થિતિનો આગાર. पायपुंछणेणं :– સમ્યક્ત્વની શુદ્ધિની પ્રતિજ્ઞા પછી આનંદે સમ્યક્ત્વની પુષ્ટિ માટે શ્રમણ નિગ્રંથોનો પૂર્ણ આદરભાવ, સેવાભાવની પ્રતિજ્ઞા સાથે સાધુઓને કલ્પનીય ૧૪ પ્રકારની વસ્તુઓનાં દાનની ભાવના અથવા સંકલ્પ પણ કર્યો. ૧૪ વસ્તુઓમાં પાયલુંછાં પાઠ પણ છે. અહીં પાયખુંછળ શબ્દથી રજોહરણનું ગ્રહણ થાય છે. આ ઉપકરણ અને શબ્દના વિષયમાં વિવેચન અને વિચારણા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૨ માં છે. તિવ્રુત્તો :- આ શબ્દનો પ્રયોગ જ્યારે કોઈ દર્શન કરવા જાય છે તેના વર્ણનમાં ત્રણવાર આવર્તન કરવા માટે આદક્ષિણા પ્રદક્ષિણા શબ્દની પૂર્વે હોય છે. પર્યુપાસના પછી પાછા જવાના સમયે પાઠમાં પ્રાયઃ વવફ ળમંસફ એટલોજ પાઠ હોય છે. ભગવતી વગેરે અનેક સૂત્રોમાં આવો પાઠ જોવા મળે છે, તેથી અહીં પણ વવજ્ઞ ળમંલફ પાઠ હોવો જોઈએ. તિવદ્યુત્તોશબ્દ કયારેક લિપિ પ્રમાદથી આવી ગયો તેવી સંભાવનાથી પ્રસ્તુતમાં પાઠ સુધારીને સંપાદિત કર્યો છે અને તિવ્રુત્તો શબ્દ કોષ્ટકમાં આપ્યો છે. શિવાનંદા શ્રમણોપાસિકા ઃ ६२ तए णं सा सिवाणंदा भारिया आणंदेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठा जाव चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामि ! त्ति आणंदस्स समणोवासगस्स एयमट्ठ विणणं पडिसुणेइ । શબ્દાર્થ:- હZIET - હર્ષિત સંતુષ્ટ થઈને ય પાિહિય = હાથ જોડીને પરમ-સોમળસ્સિયા = અતિ સૌમ્ય માનસિક ભાવોથી. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે જ્યારે પોતાની પત્ની શિવાનંદાને કહ્યું ત્યારે તે હર્ષિત, સંતુષ્ટ અને અત્યંત પ્રસન્ન થતી, ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કરતી, અતિ સૌમ્ય માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળી થઈ, હાથ જોડી ત્રણ આવર્તનયુક્ત અંજલિબદ્ધ કરી બોલી " હે સ્વામી ! એ જ પ્રમાણે છે અર્થાત્ આપનું કથન સ્વીકાર્ય છે." આ શબ્દોથી આનંદના કથનને સ્વીકાર્ય ભાવથી વિનયપૂર્વક સાંભળ્યું. | ६३ तए णं से आनंदे समणोवासए कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो ! देवाणुप्पिया ! लहुकरणजुत्तजोइयं जाव धम्मियं जाणप्पवरं उवट्टवेह, उववेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । શબ્દાર્થ:- સાવેર્ = બોલાવે છે સ્વિષ્વ = શીઘ્ર થમ્નિય નાગબવર = ધાર્મિક કાર્યના ઉપયોગમાં
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy