SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧: શ્રમણોપાસક આનંદ ૩૯ સામાયિક વ્રતના અતિચાર : ५६ तयाणंतरं च णं सामाइयस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- मणदुप्पणिहाणे, वयदुप्पणिहाणे, कायदुप्पणिहाणे, सामाइयस्स सइअकरणया, सामाइयस्स अणवट्ठियस्स करणया । શબ્દાર્થ :સામાડ્વસ સ અરળવા = સામાયિક લીધી છે તે ભૂલી જવું (અજાગૃતપણું) સામાન્ડ્સન્સ મળવદિયલ્સ તળયા = વ્યવસ્થિત રીતે સામાયિક ન કરી હોય. ભાવાર્થ:ત્યાર પછી શ્રમણોપાસકે સામાયિક વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં. (૧) મન-દુપ્રણિધાન (૨) વચન-દુપ્રણિધાન (૩) કાય-દુપ્રણિધાન (૪) સામાયિક-સ્મૃતિ અકરણતા (૫) સામાયિક અનવસ્થિતકરણતા. વિવેચનઃ - (૧) મન દુપ્રણિધાન ઃ– અહીં પ્રણિધાનનો અર્થ ધ્યાન અથવા ચિંતન છે. દૂષિત ચિંતન-મનદુપ્રણિધાન કહેવાય છે. સામાયિક કરતી વખતે રાગ, દ્વેષ, મમતા, આસક્તિ સંબંધી વાતો મનમાં લાવવી; ઘરની સમસ્યાઓના વિચારમાં મગ્ન રહેવું વગેરે વિચારો સામાયિકના અતિચાર છે. સામાયિકનો ઉદ્દેશ જીવનમાં સમતાનો વિકાસ કરવાનો છે. ક્રોધ, માન, માયા, લોભજનિત વિષમતાને ધીમે ધીમે દૂર કરીને શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામવી, તે જ સામાયિકનું ચરમ લક્ષ્ય છે. જ્યાં આ ઉદ્દેશ બાધિત થાય છે ત્યાં સામાયિક એક પરંપરાના રૂપમાં રૂઢ થઈ જાય છે. તેનાથી જીવનમાં જે ઉપલબ્ધિઓ થવી જોઈએ તે થતી નથી. સાધક માટે એ જરૂરી છે કે પોતાના મનને પવિત્ર રાખે, સમતાની અનુભૂતિ કરે, માનસિક દુશ્ચિંતનથી દૂર રહે. (૨) વચન દુપ્રણિધાન ઃ– સામાયિક કરતી વખતે વાણીનો દુરુપયોગ અથવા મિથ્યાભાષણ કરવું. બીજાને દુઃખ થાય તેવી કઠોર ભાષા બોલવી. આધ્યાત્મિકતાથી વિરુદ્ધ વાતો કરવી, તે વચન દુપ્રણિધાન છે. સામાયિકમાં જેમ માઠું ચિંતવવું નહીં તેમ વચનથી પણ માઠું બોલવું નહીં. (૩) કાય દુપ્રણિધાન – મન અને વચનની જેમ સામાયિકમાં શરીર પણ વ્યવસ્થિત, સાવધાન અને સંયમિત રાખવું જોઈએ. હિંસા થાય તેવી પ્રવૃત્તિ શરીરથી કરવી ન જોઈએ. (૪) સામાયિક સ્મૃતિ અકરણતા :– સામાયિક આખા જીવનનો વિષય છે, જીવનની સાધના છે. તેના અભ્યાસ માટે તેનો ૪૮ મિનિટનો સમય નિશ્ચિત કર્યો છે.જ્યારે સાધક સામાયિકમાં હોય ત્યારે તેણે પૂરેપૂરું સાવધાન અને જાગૃત રહેવું જોઈએ, તેમજ એ પણ ભૂલવું ન જોઈએ કે હું સામાયિકમાં છું અર્થાત્ સામાયિકને અનુરૂપ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જો સાધક સ્વયં સજગ ન રહે, તો તે સામાયિકને અનુરૂપ પ્રવૃત્તિ ન કરતાં અન્ય પાપકારી પ્રવૃત્તિનું સેવન કરે છે અને તે સામાયિકનો અતિચાર છે; જેના મૂળમાં પ્રમાદ, અજાગૃતપણું તથા અસાવધાની છે. (૫) સામાયિક અનવસ્થિત કરણતા :– અવસ્થિત = યથોચિત રૂપમાં સ્થિત રહેવું. તેમ ન કરવું તે અનવસ્થિતતા છે. સામાયિકમાં અનવસ્થિત-અવ્યવસ્થિત ન રહેવું જોઈએ. કયારેક સામાયિક કરી લેવી, કયારેક ન કરવી, કયારેક સામાયિકના સમય પહેલાં ઊભા થઈ જવું વગેરે પ્રવૃત્તિ વ્યક્તિના અવ્યવસ્થિત
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy