SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૭, ૨૮, ૨૯ ૪૮૯ શતક-ર૭, ૨૮, ૨૯ RORoછ પરિચય જીજળROR શતક-ર૭: આ શતકનું નામ “કરિંસુ શતક' છે, તેમાં ૧૧ ઉદ્દેશક છે. તે ઉદ્દેશકોના નામ બંધી શતકની સમાન છે. બંધી શતકની સમાન આ શતકમાં પણ સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી સૈકાલિક પાપકર્મની પ્રરૂપણા ચતુર્ભગથી કરી છે. આ શતકમાં બાંધેલા કર્મને પુષ્ટ કરવાની અપેક્ષાએ વર્ણન છે તેથી તેનું નામ કરિંતુ શતક છે. શતક-ર૮ : આ શતકનું નામ “કર્મ સમર્જન શતક છે. તેના ૧૧ ઉદ્દેશકના નામ બંધી શતકની સમાન છે. તેમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોએ કર્મનું ઉપાર્જન અને તદ્યોગ્ય આચરણ ચાર ગતિમાંથી કઈ ગતિમાં કર્યું હતું? તે વિષયને સમજાવવા માટે ચાર ગતિના આઠ ભંગથી નિરૂપણ છે. શતક-ર૯ : આ શતકનું નામ “કર્મ પ્રસ્થાપન' છે. તેના પણ ૧૧ ઉદ્દેશકના નામ બંધી શતકની સમાન છે. તેમાં પાપકર્મ અને આઠકર્મના વેદનનો પ્રારંભ અને અંત સમસમયે કે વિષમ સમયે થાય, તદ્વિષયક ચાર ભંગના માધ્યમથી નિરૂપણ છે. આ રીતે શતક– ૨૬,૨૭,૨૮,૨૯ તે ચારે શતકમાં ક્રમશઃ (૧) કર્મબંધ (૨) કર્મનું પુષ્ટીકરણ (૩) ચાર ગતિની અપેક્ષાએ કર્મોનું ઉપાર્જન અને (૪) કર્મ વેદનના પ્રારંભ અને અંતની સમ-વિષમતા સંબંધી સ્પષ્ટીકરણ છે. સંક્ષેપમાં આ શતકોમાં સૂત્રકારે કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ દષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. જીવો વિવિધ ગતિ, જાતિ કે યોનિમાં જન્મ ધારણ કરીને, વિવિધ કષાય પરિણામોથી યુક્ત બનીને સ્વયં કર્મબંધ કરે છે અને બંધાનુસાર જ તેના ફળને ભોગવે છે. આ રીતે અહીં જૈનદર્શનના કર્મસિદ્ધાંતની સચોટતા પ્રગટ થાય છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy