SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨૫ : ઉદ્દેશક-૭ વિવિક્ત(સ્ત્રી, પશુ અને પંડગ-નપુંસકથી રહિત) સ્થાનમાં અર્થાત્ આરામ-બગીચા, ઉદ્યાન આદિ શતક–૧૮/૧૦ અનુસાર સ્થાન અને ઉપકરણ આદિ પ્રાપ્ત કરીને રહેવું, તેને વિવિક્તશયનાસનસેવનતા કહે છે. આ વિવિક્તશયનાસનસેવનતા તપ, પ્રતિસંલીનતા તપ અને ખાદ્યુતપનું કથન પૂર્ણ થયું. વિવેચન : વિષય કે કષાયમાં સંલીન બનેલા ઇન્દ્રિય અને મનને, પાછા વાળવા અર્થાત્ તેનું ગોપન કરવું તેને પ્રતિસંહીનતા કહે છે. તેના ચાર ભેદ છે. (૧) ઇન્દ્રિય પ્રતિસંલીનતા–તેના પાંચ ભેદ છે– શ્રોતેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયોમાં જતી રોકવી તથા પાંચ ઇન્દ્રિયો દ્વારા હણ કરેલા વિષયોમાં રાગ કે દ્વેષ ન કરવો. (૨) કષાય પ્રતિસંલીનતા— તેના ચાર ભેદ છે– ક્રોધ આદિ ચારે કપાયનો ઉદય થવા ન દેવો અને ઉદય પ્રાપ્ત કાયને નિષ્ફળ કરવો. (૩) યોગ પ્રતિસંલીનતા— તેના ત્રણ ભેદ છે– મન પ્રતિસંલીનતા– મનની અકુશલ(અશુભ) પ્રવૃત્તિને રોકવી. કુશલ પ્રવૃત્તિ કરવી તથા ચિત્તને એકાગ્ર કરવું. વચન પ્રતિસંલીનતા– સાવધ વચનને રોકવા, કુશલ(શુભ) અને નિરવધ વચન બોલવું તથા વચનની પ્રવૃત્તિને રોકવી. તે વચન પ્રતિસંલીનતા છે. કાય પ્રતિસંલીનતા :– સમ્યક્ પ્રકારે, સમાધિ પૂર્વક શાંત થઈને, અંગોપાંગને સંકુચિત કરવા તથા કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય થઈને સ્થિર થવું તે કાય પ્રતિસંલીનતા છે. (૪) વિવિક્તશયનાસનસેવનતા– સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં નિર્દોષ શય્યા-સંસ્તારક આદિનો સ્વીકાર કરીને રહેવું અથવા આરામ-બગીચા, ઉદ્યાન આદિમાં સંસ્તારક અંગીકાર કરવા તે પણ વિવિક્ત શયનાસનના છે. આ રીતે પ્રતિસંલીનતાના કુલ ૧૩ ભેદ છે. બાલા તપના ભેદ-પ્રભેદઃ ઈરિક I એક, બે, ત્રણ ઉપવાસ થાવત્ છ માસી તપ પાદપોપગમન નિહારિમ અનશન અપ્રતિકર્મ યાવત્ કવિત ભક્ત પ્રત્યાખ્યાન અનિહ રિમ નિરિમ અનિરિમ સપ્રતિકર્મ ઊનોદરી વસ્ત્ર ઊનોદરી દ્રવ્ય ઊનોદરી ઉપકરણ ઊનોદરી પાત્ર ઊનોદરી ભિક્ષાચાર્ય અનેક ભેદ ઔપપાતિક સૂત્રાનુસાર ભાવ ઊનોદરી અનેક ભેદ કષાયોને ઘટાડવા બાહ્ય તથ ભક્તપાન ઊનોદરી ત્યક્તોપાણ સ્વદનતા (ગૃહસ્થે પૂર્ણ ઉપયોગ કરી લીધેલા વસ્ત્રાદિ) રસ પરિત્યાગ અનેક ભેદ ઔપપાતિક સૂત્રાનુસાર ઈન્દ્રિય પ્રતિસલીનતા (૫) પાંચ ઇન્દ્રિય અલ્પાહાર કાય ક્લેશ અનેક ભેદ ઔપપાતિક સૂત્રાનુસાર ૪૧૯ કપાય યોગ વિવિક્ત પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા રાયનાસન (૪) (3) સેવનતા ચાર કપાય ત્રણ યોગ અવર્ઝ ઊનોદરી પ્રતિસંલીનતા અર્ધ ઊનોદરી ચતુર્થ ઊનોદરી ચિત્ ઊનોદરી
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy