SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ઃ ઉદ્દેશક-૭, [ ૪૧૫] ११४ से किंतंभंते ! भत्तपाणदव्योमोयरिया ? गोयमा !भत्तपाण दव्वोमोययरिया अट्ठ [कुक्कुडिअंडगप्पमाणमेत] कवलेआहारआहारमाणेअप्पहारे,एवंजहासत्तमसएपढमोद्देसए जाव णो 'पकामरसभोजी तिवत्तव्वंसिया । सेतंभत्तपाणदव्वोमोयरिया। सेतंदव्योमोयरिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્તપાન દ્રવ્ય ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ કવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી છે. આ રીતે શતક-૭/૧ અનુસાર સંપૂર્ણ કથન કરવું યાવતુ ૩ર કવલમાં એક કવલ પણ ન્યૂન આહાર કરનાર પ્રકામ રસભોજી કહેવાતો નથી. આ ભક્ત પાન દ્રવ્ય ઊનોદરીનું કથન થયું. આ રીતે દ્રવ્ય ઊનોદરીનું કથન પૂર્ણ થયું. ११५ से किंतंभंते ! भावोमोयरिया? गोयमा !भावोमोयरिया अणेगविहा पण्णत्ता,तं जहा- अप्पकोहे जावअप्पलोभे, अप्पसद्दे, अप्पझझे, अप्पतुमंतुमे । सेतंभावोमोयरिया। सेतं ओमोयरिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભાવ ઊનોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ! ભાવ ઊનોદરીના અનેક પ્રકાર છે, યથા– અલ્પક્રોધ થાવત્ અલ્પ લોભ, અલ્પ શબ્દ, અલ્પ ઝંઝ, અલ્પ તુમતુમ. આ ભાવ ઊનોદરીનું કથન થયું. આ રીતે ઊનોદરીનું કથન પૂર્ણ થયું. વિવેચન : નોકરી-અવમોદરિકા – ભોજન આદિનું પરિમાણ અને ક્રોધાદિ આવેશોને ઓછા કરવા, તેને ઊનોદરી તપ કહે છે. તેના બે ભેદ છે- દ્રવ્ય ઊનોકરી અને ભાવ ઊનોદરી. (૧) દ્રવ્ય ઊનોદરી - દ્રવ્ય અર્થાત્ ભોજનનું પરિમાણ અથવા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોનું પરિમાણ ઘટાડવું તે. તેના પણ બે ભેદ છે– (૧) ઉપકરણ ઊનોદરી (૨) ભક્તપાન ઊનોદરી. ઉપકરણ ઊનોદરી - તેના ત્રણ ભેદ છે. (૧) પાત્ર ઊનોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત પાત્ર રાખવાનું વિધાન છે, તેમાં ચાર પાત્ર રાખવાની પરંપરા વિશેષ પ્રચલિત છે. તેનાથી ઓછા પાત્ર રાખવા તે પાત્ર ઊનોદરી છે. સાધુ-સાધ્વીને માટીના, કાષ્ટના અને તુંબીના તે ત્રણ જાતિના પાત્ર રાખવાનું વિધાન છે. તેમાંથી કોઈપણ એક જાતિના પાત્ર રાખવા, તે પણ પાત્ર ઊનોદરી છે. (૨) વસ્ત્ર ઊનોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત વસ્ત્ર રાખવાનું વિધાન છે. તેમાં સાધુને માટે ૭૨ હાથ અને સાધ્વીને માટે ૯૬ હાથ વસ્ત્ર રાખવાની ધારણા પ્રચલિત છે. તે મર્યાદાને ઘટાડવી તે વસ્ત્ર ઊનોદરી છે. અહીં સુત્રકારે ને વધે, ને પણ શબ્દ પ્રયોગ કર્યો છે. તેમાં શબ્દ એક સંખ્યાવાચી નથી પરંતુ પ્રકારવાચી છે, તેવું પ્રતીત થાય છે. એક પાત્ર રાખે તો જ પાત્ર ઊનોદરી થાય તેમ અર્થ કરવો ઉચિત નથી. સાધુની કલ્પ મર્યાદા ચાર પાત્ર રાખવાની છે. તેમાં ત્રણ કે બે પાત્ર રાખે તો પણ પાત્ર ઊનોદરી થાય છે. તે જ રીતે વસ્ત્રમાં સમજવું. (૩)વિવેત્તાવારસાનથી ત્યક્તાપકરણ સ્વદનતા -ત્યાગેલા ઉપકરણોનો સ્વીકાર કરવો. તેના બે અર્થ થાય છે– (૧) ગૃહસ્થના ઉપયોગમાં આવેલા અને ગૃહસ્થોએ ઉપયોગ કરી, છોડી દીધેલા. (૨) અન્ય શ્રમણોએ ઉપયોગ કરીને છોડી લીધેલા. અહીં પ્રથમ અર્થ પ્રાસંગિક છે કારણ કે દરેક સાધુઓ
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy