SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ The . સંધિને છેદી જીવને કર્મથી જુદો પાડી, સ્વરૂપમાં આનંદ પામે છે. નૈસર્ગિક નિર્માણ નિધિના આઠમા ખાનાના એકત્રીસમા અને નવમા ખાનાના બત્રીસમાં શતકદલમાં અયાવીસ-અયાવીસ ઉદ્દેશકોની અયાવીસ-અયાવીસ ખૂબીઓ છે. હે મુનિરાજો! આ ખૂબીઓમાં લઘુકૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સંખ્યાની વાતો છે. પહેલાં પુદ્ગલ દ્રવ્યના સંસ્થાન, પુદ્ગલ સાથે કૃતયુગ્માદિ રાશિનું કથન હતું. અહીં જીવાજીવનું સાથે કથન છે. દ્રવ્ય-ગુણ કાયમ એક સ્વરૂપે રહે છે, પર્યાયો પલટાયા કરે છે. અજીવ પુગલો કર્મરૂપે જીવ સાથે જોડાય છે. તેના સંગે કહયુમાદિ કઈ સંખ્યાએ જીવ ૨૪ દંડકમાં ઉત્પન્ન થાય છે, તેનું ગણિત અહીં દર્શાવ્યું છે. નરક, તિર્યંચાદિ દંડકોના જીવો, વેશ્યાથી ઉપયોગ પર્વતના બોલથી યુક્ત નારકાદિ જીવો ૪, ૮, ૧૨ આદિ સંખ્યાએ ઉત્પન્ન થાય કે ઉદ્દવર્તે, તો તે કૃતયુમ કહેવાય છે; ત્રણ, સાત, અગિયાર વગેરે સંખ્યામાં હોય તો વ્યોજ; બે, છ, દસ વગેરે સંખ્યામાં હોય તો દ્વાપર યુગ્મ અને એક, પાંચ, નવ વગેરે સંખ્યામાં હોય તો કલ્યોજ કહેવાય છે. આ ઉત્પત્તિ કે ઉદ્વર્તન જીવના પ્રયોગથી જ થાય છે, પર પ્રયોગથી નહીં, તેમ જાણવું. નૈસર્ગિક નિર્માણનિધિના દસમા ખાનાના તેત્રીસમા શતકદલમાં બાર અવાંતર શતકના ઉદ્દેશકોની એકસો ચોવીસ ખૂબીઓ પ્રગટ કરેલ છે. સૂક્ષ્મ-બાદર સર્વ એકેન્દ્રિય જીવો સાત કે આઠ કર્મનો બંધ કરે છે પરંતુ વેદન આઠ ય કર્મોનું કરે છે. તેમાં પણ ખાસ શ્રોત્રેન્દ્રિયાવરણ, ચક્ષુરિન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ, જિહેન્દ્રિયાવરણ, સ્પર્શેન્દ્રિયાવરણ તથા સ્ત્રી અને પુરુષવેદાવરણ વગેરે ચૌદ પ્રકૃતિનું વદન હોય છે. અનંતર-પરંપર ઉત્પન્નકાદિરૂપે વેશ્યાદિ બોલની છણાવટ બહુસારી રીતે કરવામાં આવી છે. હે મુનિરાજો ! આ બધા ભાવો જીવે પોતે જ બાંધેલા છે. હવે મુક્ત બનવાનો પુરુષાર્થ સિદ્ધ કરવાની તાલિમ આત્મસાત્ કરો. નૈસર્ગિક નિર્માણનિધિના અગિયારમા ખાનામાં ચોત્રીશમા શતકદલમાં બાર અવાંતર શતકના ઉદ્દેશકોની ૧૨૪ ખૂબીઓ પ્રગટ થાય છે. એકેન્દ્રિય જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. સૂમ-બાદર એકેન્દ્રિયો મારણાંતિક સમુઘાત કરીને લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત, ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમતમાં ઉત્પન્ન થાય છે. તેના સાત રસ્તાઓ(શ્રેણીઓ) છે. 2જુ આયતા રસ્તેથી જાય તો ૧ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. એકતો વક્રા શ્રેણીથી બે સમયમાં, ઉભયતો વક્રા શ્રેણીથી ત્રણ સમયમાં, એકતો ખુહા અને દ્વિતીખુહા શ્રેણીથી બે, ત્રણ, ચાર સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. અંતિમ બે શ્રેણીઓ ચક્રવાલ અને અર્ધચક્રવાલ શ્રેણી પરપ્રેરિત છે. જીવ-પુગલની નૈસર્ગિક-સ્વાભાવિક ગતિ પ્રથમ પાંચ શ્રેણીમાંથી કોઈપણ એક શ્રેણી અનુસાર હોય છે. નૈસર્ગિક નિર્માણ નિધિના બારમાથી સત્તરમા ખાનાના પાંત્રીસથી ચાલીસમાં (36
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy