SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪: ઉદ્દેશક-૨૪ ૧૭૧] વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની નવમા આણત દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. (૧) ઉપપાત–પ્રસ્તુત સૂત્રોક્ત દેવોમાં માત્ર સંજ્ઞી મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તે ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય- ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી અહીં ઉત્કૃષ્ટ સંખ્યાતાની જ ઉત્પત્તિ થાય છે. (૩) સંઘયણ-૯ થી ૧૨દેવલોકમાં જનારાને પ્રથમ ત્રણ સંઘયણ, નવ રૈવેયકમાં જનારાને પ્રથમ બે સંઘયણ અને પાંચ અનુત્તર વિમાનમાં જનારાને એક વજઋષભનારાચ સંઘયણ હોય છે. (૪) અવગાહના-જઘન્ય અનેક હાથ, ઉત્કૃષ્ટ–૫૦૦ ધનુષ હોય છે. (૫) સંસ્થાન- ૬ (૬) વેશ્યા- ૬ (૭) દષ્ટિ- મનુષ્યોમાં ત્રણ દષ્ટિ હોય છે. (૮) જ્ઞાનાશાન- નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી જનારા મનુષ્યોમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોય છે. (૯) યોગ૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંશા– ૪ (૧૨) કષાય- ૪ (૧૩) ઇન્દ્રિય- ૫ (૧૪) સમુઘાત- ૭ (૧૫) વેદના-૨ (૧૬) વેદ-ત્રણ (૧૭) આયુષ્ય- જઘન્ય- અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ, (૧૮) અધ્યવસાયપ્રશસ્ત-અપ્રશસ્ત, (૧૯) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. કાય સધઃ - ભવાદેશ નવમા આણત દેવલોકથી નવ રૈવેયક પર્યત નવ ગમકથી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત ભવ, ચાર અનુત્તર વિમાનમાં નવ ગમકથી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે છે. કાલાદેશ– પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. ત્રણ ભવમાં બે ભવ મનુષ્યના અને એક ભવ દેવનો થાય છે, સાત ભવમાં ચાર ભવ મનુષ્યના અને ત્રણ ભવ દેવના થાય છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થનારા મનુષ્યો ત્રણ ગમકથી જ જાય છે. કારણ કે સર્વાથસિદ્ધ વિમાનમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ત્રણ ગમક– ઔધિક-ઔધિક, જઘન્ય-ૌધિક, ઉત્કૃષ્ટ-ઔધિક(૧,૪,૭ ગમક) થાય છે. શેષ છ ગમક થતા નથી. થોકડામાં ૩,૬,૯ આ ત્રણ ગમક કહે છે. સંજી મનષ્યનો આણત દેવલોકના દેવ સાથે કાલાદેશ - નવ ગમ્મા જઘન્ય(ત્રણ ભવ) ઉત્કૃષ્ટ(સાત ભવ) (૧) ઔ ઔ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ (૨) ઔ જઘ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૪ સાગરોપમ (૩) ઔ૦ ઉ૦ બે અનેક વર્ષ અને ૧૯ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૭ સાગરોપમ (૪) જઘ ઔ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર અનેક વર્ષ અને પ૭ સાગરોપમ (૫) જઘ જઘ૦ બે અનેક વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર અનેક વર્ષ અને ૫૪ સાગરોપમ (૬) જઘ૦ ઉ બે અનેક વર્ષ અને ૧૯ સાગરોપમ ચાર અનેક વર્ષ અને ૫૭ સાગરોપમ (૭) ઉ. ઔર બે પૂર્વકોટિ વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ (૮) ઉ૦ જઘ૦ બે પૂર્વકોટિ વર્ષ અને ૧૮ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૫૪ સાગરોપમ (૯) ઉ ઉ. બે પૂર્વકોટિ વર્ષ અને ૧૯ સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને પ૭ સાગરોપમ સણી મનુષ્યની સ્થિતિ– જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. આણત દેવની સ્થિતિ- જઘન્ય ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમ.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy