SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૨૪ : ઉદ્દેશક-૨૦ उववज्जंति, पुच्छा ? गोयमा ! जाव सहस्सारकप्पोवगवेमाणियदेवेहिंतो वि उववज्जति, णो आणय जाव अच्चुयकप्पोवगवेमाणियदेवेहिंतो उववज्र्ज्जति । ૧૨૭ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તિર્યંચ પંચેન્દ્રિય, વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કલ્પોપપન્નક કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર-હે ગૌતમ ! તે કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, જો કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય તો યાવત્ સહસ્રાર કલ્પોપપત્રક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ આણત યાવત્ અચ્યુત કલ્પોપપત્રક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५४ सोहम्मदेवे णं भंते ! जे भविए पंचिदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं ते! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तठिईएसु उववज्जेज्जा, उक्कोसेणं पुव्वकोडी आउएसु, सेसं जहेव पुढविक्काइयउद्देसए णवसु वि गमएसु । णवरं - णवसु वि गमए सु जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । ठिडं कालादेसं च जाणिज्जा। एवं ईसाणदेवे वि । एवं एएणं कमेणं अवसेसा वि जाव सहस्सारदेवेहिंतो उववाएयव्वा, , णवरं - ओगाहणा जहा ओगाहणसंठाणे, लेस्सा- सणकुमार- माहिंदबंभलोएसु एगा पम्ह- लेस्सा, सेसाणं एगा सुक्कलेस्सा । वेए- णो इत्थिवेयगा, पुरिसवेयगा, णो णपुंसगवेयगा । आउअणुबंधा जहा ठिईपए, सेसं जहेव ईसाणगाणं; જાયસંવેદ ચ નાગેન્ગા । સેવ મતે! સેવ મતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ દેવલોકના દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. શેષ નવ ગમકમાં પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. નવ ગમકમાં સંવેધ– ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે, સ્થિતિ અને કાલાદેશ ભિન્ન-ભિન્ન જાણવા જોઈએ. આ રીતે ઈશાન દેવલોકના દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ. આ જ ક્રમથી સહસ્રાર દેવલોકના દેવો પર્યંત જાણવું જોઈએ. વિશેષતા એ છે કે પ્રજ્ઞાપના સૂત્રના ર૧ મા અવગાહન-સંસ્થાન પદ અનુસાર અવગાહના જાણવી જોઈએ, લેશ્યા–સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પદ્મલેશ્યા અને લાન્તક, મહાશુક્ર અને સહસ્રારમાં એક શુક્લલેશ્યા હોય છે. વેદ-સ્ત્રીવેદ કે નપુંસકવેદ નથી, એક પુરુષવેદ જ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર સ્થિતિ અને અનુબંધ જાણવા જોઈએ. શેષ કથન ઈશાન દેવલોકના દેવોની સમાન છે. કાયસંવેધ ભિન્ન ભિન્ન જાણવા જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દેવોની પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy