SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સ્ત્ર-૪ દેવલોકમાંથી નીકળતા જીવોમાં(ઉર્તન સમયે) બે ગતિને યોગ્ય ભાવો(બોલ) હોય છે. જેમાં ઉત્પત્તિ અને મરણ સમયે દેવોને સમાન લેવા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને આઠ દેવલોકના દેવોમાંથી એક સમયે ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા જીવો નીકળે છે, નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવલોકોમાંથી ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો જ નીકળે છે કારણ કે તે દેવો ગર્ભજ મનુષ્યમાં જ જાય છે અને ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે. સ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, આ ત્રણે જાતિના દેવોમાંથી નીકળેલા જીવો તીર્થંકર થતા નથી. તેથી તે જીવોને ઉદ્ધર્તન સમયે અવધિજ્ઞાન કે અવધિદર્શન હોતું નથી. વૈમાનિક જાતિમાંથી નીકળેલા જીવોને અવધિજ્ઞાન-દર્શન હોય છે. કારણ કે વૈમાનિક દેવમાંથી નીકળી તીર્થંકરાદિ અને અન્ય પણ વિશિષ્ટ કોટિના જીવો મનુષ્યરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવો અલ્પ સંખ્યક જ હોય છે. તેથી કોઈ પણ સ્થાનમાંથી સંખ્યાતા જીવો જ અવધિજ્ઞાન-દર્શન લઈને નીકળે છે. કોઈ પણ દેવને મૃત્યુ સમયે વિભંગજ્ઞાન હોતું નથી. શેષ બે અજ્ઞાન જ હોય છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો મરીને, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે. તેથી તે દેવો ઉહર્તના સમયે સંજ્ઞી અને અન્ની બંને પ્રકારના હોય છે. તે સિવાય સર્વ દેવો સંજ્ઞી જ હોય છે. દેવગતિમાંથી મૃત્યુ પામીને જીવો ત્રણે વેદમાં ઉત્પન્ન થઈ શકે છે. શેષ બોલ પૂર્વવત્ સમજવા, તેમાં વિશેષતા નથી. વિદ્યમાનતા– ઉત્પત્તિ અને મરણ સમય સિવાયના સમયોના સ્થાનગત દેવોનું પણ ૩૯ પ્રશ્નોથી નિરૂપણ છે. તે દેવભવમાં દેવપણે રહેલા જીવોમાં સર્વભાવો(બોલો) દેવગતિ અનુસાર હોય છે. પ્રત્યેક જાતિના દેવો સ્વસ્થાનમાં અસંખ્યાતા હોય છે. સ્થાનાનુસાર તેની લેશ્યા હોય છે. પાંચ અનુત્તર વિમાનમાં કૃષ્ણપક્ષી, અભવ્ય, ત્રણ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જીવો હોતા નથી. તે ઉપરાંત સર્વાર્થસિદ્ધ વિમાનમાં અચરમજીવો પણ હોતા નથી, શેષ સ્થાનમાં હોય છે. દેવગતિના જીવો અસંજ્ઞી હોતા નથી. પરંતુ અસંજ્ઞી જીવો ભવનપતિ અને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. તેથી તેમાં અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી હોય છે પરંતુ તે હંમેશાં હોતા નથી, કયારેક જ હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે. તેનાથી ઉપરના દેવલોકમાં એક પુરુષવેદ હોય છે. દેવલોકમાં લોભ કષાયની પ્રધાનતા છે. તેથી લોભ કષાય શાશ્વત અને શેષ કષાય અશાશ્વત હોય છે. નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપત્રક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક જીવો અશાશ્વત હોય છે. કારણ કે આ બોલ ઉત્પત્તિના સમયે જ હોય છે, તેથી વિરહકાલની અપેક્ષાએ તેનો અભાવ હોય છે. લેશ્યાનું પરિણમન– કોઈ પણ લેમ્પાવાળા જીવો સક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામોને પ્રાપ્ત થતાં, તેની લેશ્યામાં પરિવર્તન થાય છે અને મૃત્યુ સમયે તે જીવ તેના ઉત્પત્તિ સ્થાનને યોગ્ય લેશ્યાના પરિણામને પ્રાપ્ત કરે છે. આ રીતે જીવોની લેચ્યામાં પરિવર્તન થયા જ કરે છે. આ રીતે ઉત્પન્ન થતાં, મરણપામી નીકળતા અને સ્થાનગત જીવોની ઋદ્વિરૂપે પામતા ભાવો (બોલો)નું દર્શન કરાવતો ઉદ્દેશક પૂર્ણ થાય છે. ܀܀܀܀܀
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy