SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ | ૫૯૦ | શ્રી ભગવતી સૂત્ર-૪ સંખ્યામાં એક છનો સમૂહ અને તે ઉપરાંત છ થી ન્યૂન સંખ્યા શેષ રહે તેને ષક-નોષક કહે છે. જેમ કેસાત, આઠ, નવ, દશ, અગિયારની સંખ્યામાં એક છનો સમૂહ છે તે ષક છે. ઉપરાંત એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા રહે છે તે નોષકરૂપ છે. તેથી તે સંખ્યાને ષક–નોષક કહે છે. (૪) અનેકષક–જે સંખ્યામાં અનેક છ-છના સમૂહ થઈ શકે તેને અનેક પર્ક કહે છે. જેમ કે- ૧૨, ૧૮, ૨૪ વગેરે. (૫) અનેકષર્કનોષક–જે સંખ્યામાં અનેક છ-છના સમૂહ થાય અને એકથી પાંચ શેષ રહે છે. જેમ કે-૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦ વગેરે. પાંચ સ્થાવર જીવો અંતિમ બે ભંગથી ઉત્પન્ન થાય છે અને શેષ દંડકના જીવો તથા સિદ્ધના જીવો પાંચે ભંગથી ઉત્પન્ન થાય છે. દ્વાદશ સમર્જિત-બાર જીવોના સમૂહને દ્વાદશ કહે છે. તેના પાંચ ભંગ થાય, ૨૪ દંડકના જીવોમાં તથા સિદ્ધોમાં ઉત્પત્તિની અપેક્ષાએ કથન પૂર્વવત્ જાણવું. ચોર્યાશી સમર્જિત-૮૪ જીવોના સમૂહને ચોર્યાસી સમર્જિત કહે છે. તેના પણ પાંચ ભંગ થાય અને ૨૪ દંડકમાં ઉત્પત્તિની અપેક્ષાએ કથન પૂર્વવતુ જાણવું. સિદ્ધોમાં પ્રથમ ત્રણ ભંગ જ હોય છે. અંતિમ બે ભંગ ઘટિત થતા નથી. એક સમયમાં એક સાથે ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. તેથી અનેક ચોર્યાસી સમર્જિત કે અનેક ચોર્યાસી નોચોર્યાસી સમર્જિત તે બે ભંગ શકય નથી. અ૫બહુ––ષક સમર્જિત આદિના પાંચ ભંગમાં ભંગના ક્રમથી ક્રમશઃ તે જીવો સંખ્યાતગુણા હોય છે પરંતુ ચોથા ભંગમાં અસંખ્યાતગુણા હોય છે અને સિદ્ધમાં સર્વથી થોડા અનેકષર્ક નીષર્ક સિદ્ધો, તેનાથી અનેકષકસિદ્ધો સંખ્યાતગુણા છે. આ રીતે વિપરીત ક્રમથી જાણવું, યથા-ભંગનો ક્રમ ૫,૪,૩,૧, ૨, આ રીતે અલ્પબદુત્વ સમજવું. આ રીતે દ્વાદશ સમર્જિત અને ચોર્યાસી સમર્જિતનું અલ્પબદુત્વ પણ થાય છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy