SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ] શ્રી ભગવતી સત્ર-૪ વિવેચન :પૂર્વશ્રુત – બારમા દષ્ટિવાદ અંગ સૂત્રના પાંચ વિભાગ છે. પરિકર્મ, સૂત્રો, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા. આ પાંચ વિભાગમાંથી એક પૂર્વગત વિભાગ પૂર્વશ્રુત છે. તેમાં ચૌદ પૂર્વ હોય છે. સંપૂર્ણ દૃષ્ટિવાદ અંગ સૂત્ર બે પાટ સુધી ચાલે છે અને તેનો આ પૂર્વશ્રુત નામનો વિભાગ સૂત્રોક્ત કાલ સુધી ચાલે છે. સરવેન્ગ વાર્તા ગણે વાત -જે તીર્થંકરનો શાસન કાલ સંખ્યાત કાલનો હોય તેમાં સંખ્યાત કાલ અને જે તીર્થકરનો શાસન કાલ અસંખ્યાત કાલનો હોય તેમાં અસંખ્યાત કાલ સુધી પૂર્વશ્રત રહે છે. યથાતીર્થંકર પાર્શ્વનાથ આદિનું પૂર્વશ્રુત સંખ્યાત કાલ સુધી અને ઋષભદેવ આદિ કેટલાક તીર્થકરોનું પૂર્વકૃત અસંખ્યાતકાલ સુધી અને ભગવાન મહાવીરના શાસનમાં એક હજાર વર્ષ સુધી રહ્યું હતું. ભરત ક્ષેત્રમાં જિનધર્મ:११ जंबुद्दीवेणं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं काल तित्थे अणुसज्जिस्सइ? गोयमा !जंबुद्दीवेदीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगवीसंवाससहस्साई तित्थे अणसज्जिस्सइ। શબ્દાર્થ – અનુસાસરૃ = રહેશે, ચાલશેતન્થ = તીર્થ, શાસન ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ જંબુદ્વીપ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું શાસન કેટલો કાલ રહેશે? ઉત્તર-હે ગૌતમ! જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં મારું શાસન ૨૧,000 વર્ષ સુધી રહેશે. |१२ जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एक्कवीसंवाससहस्साइंतित्थं अणुसज्जिस्सइ तहाणं भंते !जंबुद्दीवेदीवे भारहे वासे आगमेस्साणं चरिमतित्थगरस्स केवइयंकालं तित्थे अणुसज्जिस्सइ? गोयमा !जावइएणंउसभस्स अरहओकोसलियस्स जिणपरियाए एवइयाइंसंखेज्जाई वासाइंआगमेस्साणंचरिमतित्थगरस्स तित्थे अणुसज्जिस्सइ। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાલમાં આપ દેવાનુપ્રિયનું શાસન ૨૧,૦૦૦ વર્ષ રહેશે, હે ભગવન્! તે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ભાવી તીર્થકરોમાંથી અંતિમ તીર્થકરનું શાસન કેટલો કાલ સુધી રહેશે? ઉત્તર- હે ગૌતમ! કોશલ દેશોત્પન્ન ઋષભદેવ અરિહંતની જેટલી કેવળીપર્યાય છે, તેટલા સંખ્યાત વર્ષો સુધી(એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી) આગામી અવસર્પિણીના અંતિમ તીર્થકરનું શાસન રહેશે. વિવેચન : અવસર્પિણીકાલ પછી ઉત્સર્પિણીકાલનો પ્રારંભ થશે. તેમાં અવસર્પિણીકાલના ભાવોની સમાન
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy