SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૦: ઉદ્દેશક-૩ [ ૫૩૧ | શતક-ર૦ : ઉદ્દેશક-૩ પ્રાણવધા અઢાર પાપ આદિ વિવિધ આત્મ પરિણમન :| १ अह भते! पाणाइवाए, मुसावाए जावमिच्छादसणसल्ले, पाणाइवायवेरमणे जाव मिच्छादसणसल्लविवेगे, उप्पत्तिया जावपारिणामिया, उग्गहे जावधारणा, उठाणे, कम्मे, बले, वीरिए,पुरिसक्कारपरकम्मे, णेरइयत्ते, असुरकुमारते जाववेमाणियत्ते, णाणावरणिज्जे जावअंतराइए, कण्हलेस्सा जावसुक्कलेस्सा,सम्मदिट्ठी, मिच्छादिट्ठीसमामिच्छादिट्ठी, चक्खुदसणे जावकेवलदसणे, आभिणिबोहियणाणे जावविभंगणाणे, आहारसण्णा जाव परिग्गह सण्णा, ओरालियसरीरे जावकम्मग सरीरे, मणजोगे, वईजोगे, कायजोगे, सागारोवओगे,अणागारोवओगे,जेयावण्णेतहप्पगारासव्वेतेणण्णत्थ आयाएपरिणमत? हता गोयमा ! पाणाइवाए जावसव्वे ते णण्णत्थ आयाए परिणमति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પ્રાણાતિપાત, મૃષાવાદથી મિથ્યાદર્શનશલ્ય પર્વતના ૧૮ પાપસ્થાન, પ્રાણાતિપાત વિરમણથી મિથ્યાદર્શનશલ્ય વિવેક પર્વતની ૧૮ પાપસ્થાનની વિરતિ, ઔત્પાતિકીથી પારિણામિકી પર્યત ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા; ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ; નૈરયિકપણું, અસુરકુમારપણું, યાવતુ વૈમાનિકપણું, જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના આઠ કર્મો કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા; સમ્યગુદષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ; ચક્ષુદર્શન યાવત્ કેવલદર્શન; આભિનિબોધિક જ્ઞાનથી વિર્ભાગજ્ઞાન પર્વતના પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન; આહારજ્ઞાથી પરિગ્રહ પર્વતની ચાર સંજ્ઞા; ઔદારિક શરીરથી કાર્પણ પર્યતના પાંચ શરીર, મનયોગ, વચનયોગ, કાયયોગ; સાકારોપયોગ, અનાકારોપયોગ; આ સર્વ અને તે સમાન અન્ય પણ તેવા પરિણામો શું આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી ? ઉત્તર-હા ગૌતમ! પ્રશ્રોક્ત પ્રાણાતિપાતથી અનાકારોપયોગ પર્વતના આ સર્વ પરિણામો આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી. વિવેચન : પ્રાણાતિપાતાદિ ઉપર્યુક્ત સર્વ પરિણામો જીવના જ શુદ્ધ કે અશુદ્ધ પરિણામો-પર્યાયો છે, જીવની પર્યાયો જીવ દ્રવ્યથી કથંચિતુ અભિન્ન હોય છે. ધર્મ-ધર્મથી કથંચિત્ અભિન્ન હોય છે. તેથી તે સર્વ પરિણામો આત્મા સિવાય અન્યત્ર પરિણમન થતા નથી. ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ:| २ जीवेणं भंते ! गब्भंवक्कममाणे कइवण्णे, कइगंधे, पुच्छा?
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy