SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ] શ્રી ભગવતી સૂત્ર-૪ પ્રશ્ન- હે આયુષ્યમાનું! સમુદ્રની પેલે પાર પદાર્થો છે? ઉત્તર- હા, છે. પ્રશ્ન- શું તમે સમુદ્રને પેલે પાર રહેલા પદાર્થોને દેખો છો ? ઉત્તર- તે શક્ય નથી. પ્રશ્ન- હે આયુષ્યમાનુ! શું દેવલોકમાં પદાર્થો છે? ઉત્તર- હા, છે. પ્રશ્ન- હે આયુષ્યમાન્ ! શું દેવલોકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકો છો? ઉત્તર- તે શક્ય નથી. હે આયુષ્યમાનુ! હું, તમે કે કોઈ પણ છદ્મસ્થ મનુષ્યો, જે પદાર્થોને જાણતા નથી, દેખતા નથી, તે સર્વનું અસ્તિત્વ ન હોય એમ માનવાથી તો તમારે લોકના ઘણા પદાર્થોનો અભાવ થઈ જશે, એમ કહી મદ્રક શ્રમણોપાસકે તે અન્યતીર્થિકોનો પરાભવ કરી નિરુત્તર કર્યા. તેમને નિરુત્તર કરીને તે ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં આવ્યા અને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે જઈને યાવતુ પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. १७ मया ! त्ति समणे भगवं महावीरे मढुयं समणोवासगंएवं वयसी- सुठ्ठ णं मया ! तुमंते अण्णउत्थिए एवं वयासी- साहू णं मया ! तुमंते अण्णउत्थिए एवं वयासी-जेणंमया ! अदंवा हेउवा पसिणंवा वागरणंवा अण्णायं अदिदं अस्सयं अमुयंअविण्णायंबहुजणमज्ञआघवेइ पण्णवेइ जावउवदसेइ,सेणंअरिहंताणंआसायणाए वट्टइ, अरिहंतपण्णत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, केवलीणं आसायणाए वट्टइ, केवलिपण्णत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, तं सुळुणं तुम मया ! ते अण्णउत्थिए एवं वयासी, साहूणंतुमंमया ! जावएवंवयासी । तएणं मदुए समणोवासए समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हठ्ठतुढे समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे जाव पज्जुवासइ । तए णं समणे भगवं महावीरे मयस्स समणोवासगस्स तीसेय जाव परिसा पडिगया। मदुए समणोवासए समणस्स भगवओ महावीरस्स जावणिसम्म हतुढे पसिणाइंपुच्छइ, पुच्छित्ता अट्ठाइं परियाइइ, परियाइत्ता उठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं वंदइणमंसइ, वंदित्ता णमसित्ता जावपडिगए। ભાવાર્થ:- હે મદ્રક! આ રીતે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે મદ્રક! તમે તે અન્યતીર્થિકોને યોગ્ય ઉત્તર આપ્યો છે, હે મદ્રક ! તમે તે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યો છે. હે મદ્રુક! જે વ્યક્તિ જાણ્યા વિના, જોયા વિના, સાંભળ્યા વિના કોઈ અદષ્ટ, અશ્રુત, અસમ્મત, અવિજ્ઞાત અર્થ, હેતુ અને પ્રશ્નોના ઉત્તર અનેક મનુષ્યોની મધ્યમાં કહે છે, બતાવે છે, યાવદર્શિત કરે છે, તે અરિહંતોની, અરિહંત કથિત ધર્મની, કેવળજ્ઞાનીઓની અને કેવળીપ્રરૂપિત ધર્મની આશાતના કરે છે. હે મદ્રક ! તમે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યો છે. ભગવાનનું કથન સાંભળીને મદ્રુક શ્રમણોપાસક હૃષ્ટ-તુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને, ન અતિ દૂર, ન અતિ નિકટ રહીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મદ્રક શ્રમણોપાસક અને તે પરિષદને ધર્મકથા કહી, પરિષદ પાછી ગઈ. તે મદ્રક શ્રમણોપાસકે પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો, પ્રશ્ન પૂછ્યા. અર્થ જાણ્યા. ત્યારપછી પોતાની ઉત્થાન શક્તિથી ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને પાછા ગયા.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy