SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ | ४३२ श्री भगवती सूत्र-४ कहमेयं मण्णे एवं? तत्थ णं रायगिहे णयरे महुए णामंसमणोवासए परिवसइ । अड्डे जाव अपरिभूए; अभिगयजीवाजीवे जावविहरइ । तएणंसमणे भगवंमहावीरे अण्णया कयाइ पुव्वाणुपुर्दिवं चरमाणे जावसमोसढे, परिसा जावपज्जुवासइ । तएणं महुए समणोवासए इमीसे कहाए लढे समाणे हद्वतुढे जावविसप्पमाण-हियए, हाए जावअलंकिय सरीरे, सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं रायगिहंणयरं जावणिग्गच्छइ, णिग्गच्छित्ता तेसिं अण्णउत्थियाणं अदूरसामंतेणं वीइवयइ। तएणं ते अण्णउत्थिया मयंसमणोवासयं अदूरसामंतेणं वीइवयमाणं पासंति, पासित्ता अण्णमण्णं सद्दाति, सद्दावेत्ता एवं वयासी- एवंखलु देवाणुप्पिया! अम्हं इमा कहा अविप्पकडा, इमं च णं मढुए समणोवासए अम्हं अदूरसामंतेण वीइवयइ, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं मयं समणोवासयं एयमटुं पुच्छित्तएं त्ति कटु अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुणेति, पडिसुणेत्ता जेणेव मदुए समणोवासए तेणेव उवागच्छंति, उवागच्छित्ता मट्ठयंसमणोवासयंएवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. નગરી, ઉદ્યાન અને પૃથ્વીશિલાપટ્ટનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે ગુણશીલ ઉધાનની સમીપે અનેક અન્યતીર્થિકો રહેતા હતા. યથા- કાલોદાયી સેલોદાયી ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન શતક-૭/૧૦ પ્રમાણે જાણવું. યાવતુ અન્યતીર્થિકોનું “આ વાત કેવી રીતે માની શકાય?” ત્યાં સુધી પંચાસ્તિકાય વિષયક કથન કરવું. તે રાજગૃહ નગરમાં મદ્રુક નામના શ્રમણોપાસક રહેતા હતા. તે ધનાઢય યાવતુ અપરાભૂત હતા, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હતા યાવતુ આત્માને ભાવિત કરતા રહેતા હતા. કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરણ કરતાં યાવતુ ત્યાં પધાર્યા. પરિષદ દર્શન અને ધર્મ શ્રવણ માટે ગઈ. ત્યાં પ્રભુની પર્યાપાસના કરવા લાગી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આગમન જાણીને મદ્રુક શ્રમણોપાસક હર્ષિત અને સંતુષ્ટ યાવતુ આનંદિત હૃદયવાળા થયા. તે સ્નાનાદિ કરીને અલંકૃત થઈને પોતાના ઘેરથી નીકળ્યા, પગપાળા ચાલતા રાજગૃહી નગરીમાંથી નીકળીને, તે અન્યતીર્થિકોની નજીકથી પસાર થયા. તે અન્યતીર્થિકોએ મદ્રક શ્રમણોપાસકને જતાં જોયા અને પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા“હે દેવાનુપ્રિયો! તે મદ્રુક શ્રમણોપાસક જઈ રહ્યા છે અને આપણને આ વાત વિશેષ પ્રકારે સમજાતી નથી, તો હે દેવાનુપ્રિયો! આપણે મદ્રક શ્રમણોપાસકને પૂછવું ઉચિત છે.” એ પ્રમાણે વિચાર કરીને તથા પરસ્પર એકમત થઈને તે અન્યતીર્થિકો મદ્રુક શ્રમણોપાસકની નિકટ આવ્યા અને મદ્રુક શ્રમણોપાસકને આ પ્રમાણે पूछथु १५ एवं खलु मया !तव धम्मायरिए धम्मोवएसए समणे णायपुत्ते पंच अत्थिकाये पण्णवेइ, एवं जहा सत्तमे सए अण्णउत्थियउद्देसए जावसे कहमेयं मया ! एवं? तए णं सेमद्दए समणोवासएते अण्णउत्थिए एवं वयासी-जइ कज्जकज्जइ जाणामो पासमो,
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy