SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ હso શ્રી ભગવતી સૂત્ર-૪ છે. આ સર્વ સમુદ્યાત મારણાંતિક સમુદ્યાત રૂપ નથી. સમુઠ્ઠાતમાં તો આત્મ પ્રદેશો મૂળ શરીરમાં રહીને બહાર ફેલાય છે. સર્વ સમુઘાતમાં સર્વ આત્મપ્રદેશો શરીરને છોડી એક સાથે ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. મૃત્યુ પામીને સર્વાત્મના ઉત્પત્તિ સ્થાને પહોંચવાની અપેક્ષાએ જ તેને સપ્લેખ સનોર- સર્વ સમુદ્યાત કહેવામાં આવે છે. આગમમાં તથા પ્રકારના પ્રયોગો જોવા મળે છે. પ્રજ્ઞાપના સૂત્રના સમુદ્દઘાત પદમાં કષાય સમુદ્યાતમાં ચાર કષાયના સમુદ્યાતના કથન સાથે અકષાય સમુઠ્ઠાતનું કથન છે. વાસ્તવમાં અકષાયનો સમુદ્યાત થતો નથી પણ અકષાય સમુદ્યાત શબ્દ પ્રયોગ છે. કેવળી ભગવાનને ૧૪મા ગુણસ્થાને મારણાંતિક સમુદ્યાત ન હોય છતાં પણ કેવળી ભગવાનના મૃત્યુ માટે “મરણ સમુદ્રઘાત’ એવો શબ્દ પ્રયોગ છે. તે જ રીતે પ્રસ્તુતમાં મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત રહિત સર્વાત્મપ્રદેશોથી નીકળતા જીવો માટે પણ “સર્વ સમુદ્યાત’ શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે તેમ સમજવું જોઈએ. (૨) લેલે નોરણ -મારણાંતિક સમુદ્ધાતપૂર્વક ઈલિકાગતિથી કેટલાક આત્મપ્રદેશો ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય તેને દેશ સમુદ્દઘાત કહે છે. તે અવસ્થામાં કેટલાક આત્મપ્રદેશો મૂળ શરીરમાં હોય છે. તે જીવનું આયુષ્ય પૂર્ણ થતાં અવશેષ આત્મપ્રદેશો વાટે વહેતા વક્રગતિમાં હોય ત્યારે ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયેલા આત્મપ્રદેશો તે ભવના આયુષ્યના પ્રથમ સમયે આહારના પુગલો ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે જીવ સર્વ આત્મ પ્રદેશોથી બીજા, ત્રીજા આદિ સમયે ઉત્પન્ન થાય છે. ઊર્વલોકસ્થ પૃથ્વીકારિક જીવોનો મારણાંતિક સમુદ્યાત: ५ पुढविक्काइए णं भंते ! सोहम्मे कप्पे समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भते ! किं पुट्विं, पुच्छा? __गोयमा !जहा रयणप्पभाए पुढविकाइए सव्वकप्पेसु जावईसिप्पन्भाराए ताव उववाइओ, एवं सोहम्मपुढविकाइओ वि सत्तसु वि पुढवीसु उववाएयव्वो जाव अहेसत्तमा;एवं जहा सोहम्मपुढविकाइओसव्वपुढवीसुउववाइओ,एवं जावईसिपब्भारा पुढविकाइओ सव्वपुढवीसुउववाएयव्वो जाव अहेसत्तमाए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, સૌધર્મકલ્પમાં મારણાંતિક સમુદુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોનું સર્વદેવલોકમાં યાવતુ ઉત્પત્તિ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પત્તિનું કથન કર્યું તે જ રીતે સૌધર્મદેવલોકના પૃથ્વીકાયિક જીવોની અધઃસપ્તમ પૃથ્વી પર્વતની સાતે નરક પૃથ્વીઓમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. આ જ રીતે સૌધર્મદેવલોકના પૃથ્વીકાયિક જીવોની સમાન સર્વદેવલોકના યાવત ઈષ~ાભારા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની પણ અધઃસપ્તમ પૃથ્વી સુધી સર્વ પથ્વીઓમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / છે શતક ૧૦/૬ થી ૭ સંપૂર્ણ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy