SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭ : ઉદ્દેશક-૩ વિના ચલાયમાન થવું તેને એજના કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) દ્રવ્ય એજના :– નારકાદિ જીવ દ્રવ્યોનું તેમજ નારાકાદિ જીવ દ્રવ્ય સહિત પુદ્ગલ દ્રવ્યોનું કંપન થવું, તેને દ્રવ્ય એજના કહે છે. ૩૪૭ (૨) ક્ષેત્ર-એજના :– નરક આદિ ક્ષેત્રમાં રહેલા જીવોનું અને જીવ દ્રવ્ય સહિત પુદ્ગલ દ્રવ્યનું તે તે ક્ષેત્રમાં કંપન થવું, તેને ક્ષેત્ર એજના કહે છે. (૩) કાલ એજના :– નારકાદિના આયુષ્યરૂપ કાલમાં રહેલા જીવોનું અથવા જીવ દ્રવ્ય સહિત પુદ્દગલ - દ્રવ્યનું તે તે કાલમાં કંપન થવું; તેને કાલ એજના કહે છે. (૪) ભવ એજના :– નારક આદિ ભવમાં રહેલા જીવનું કે જીવ દ્રવ્ય સહિત પુદ્ગલોનું તે તે ભવમાં કંપન થવું, તે ભવ એજના છે. (૫) ભાવ એજના :– ઔદયિક આદિ ભાવોમાં રહેલા નારકાદિ જીવોનું અને તદ્ગત પુદ્ગલોનું તે તે ભાવમાં કંપન થવું, તે ભાવ એંજના છે. ચલનાના ભેદ પ્રભેદ : -- ८ कइविहा णं भंते । चलणा पण्णत्ता ? गोयमा । तिविहा चलणा पण्णत्ता, सरीर चलणा, इंदियचलणा, जोगचलणा । સં નહીં ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચલનાના ત્રણ પ્રકાર છે. યથા– શરીર ચલના, ઇન્દ્રિય ચલના અને યોગ ચલના. ૨. સરીરવતા ખતે ! વિહા પદ્મત્તા ?નોયમાં !પંચવિધા પળત્તા, તં નહીંओरालिय सरीरचलणा जाव कम्मगसरीरचलणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શરીર ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! શરીર ચલનાના પાંચ પ્રકાર છે. થથા ઔદારિક શરીર ચલના યાવત્ કાર્મણ શરીર ચલના. १० इंदियचलणा णं भंते! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहासोइदियचलणा जाव फासिंदियचलणा । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! ઇન્દ્રિય ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય ચલનાના પાંચ પ્રકાર છે. થથા— શ્રોતેન્દ્રિય ચલના ચાવતુ સ્પર્શેન્દ્રિય ચલના. ११ जोगचलणा णं भंते । कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहामणजोगचलणा, वइजोगचलणा, कायजोगचलणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! યોગ ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! યોગ ચલનાના ત્રણ પ્રકાર છે. યથા– મનોયોગ ચલના, વચનયોગ ચલના અને કાયયોગ ચલના. વિવેચન : ચલના ઃ– આ શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) સામાન્ય કંપનને એજના કહે છે અને તે જ એજના
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy