SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક–૧૬: ઉદ્દેશક-૯ [ ૩૨૧ | શતક-૧૬ઃ ઉદ્દેશક-૯ બલિ વૈરોચનેન્દ્રની સુધર્મા સભા - | १ कहिणं भंते ! बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो सभा सुहम्मा पण्णत्ता? गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जेजहेव चमरस्स जावबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थणंबलिस्स वइरोयर्णिदस्सवइरोयणरण्णो रुयगिंदे णामं उप्पायपव्वए पण्णत्ते । सत्तरस एक्कवीसे जोयणसए एवं पमाणं जहेव तिगिच्छिकूडस्स । पासायवडेंसगस्स वितंचेव पमाणं,सीहासणं सपरिवारं बलिस्स परियारेणं, अट्ठो तहेव, णवरंरुयगिंदप्पभाई,सेसंतं चेव जावबलिचंचाए रायहाणीए अण्णेसिंच जावरुयगिंदस्सणं उप्पायपव्वयस्स उत्तरेणं छक्कोडिसए तहेव जावचत्तालीस जोयणसहस्साइंओगाहित्ता एत्थणंबलिस्स वइरोयणिदस्स वइरोयणरण्णो बलिचंचा णाम रायहाणी पण्णत्ता । एगंजोयणसयसहस्संपमाण, तहेव जावबलिपेढस्स उववाओ जाव आयरक्खा सव्वं तहेव णिरवसेस; णवरं साइरेगसागरोवमं ठिई पण्णत्ता, सेसंतंचेव जावबली वइरोयणिंदे, बली वइरोयणिंदे ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્મા સભા ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા પછી ઇત્યાદિ શતક-૨,૮ માં અમરેન્દ્રની વક્તવ્યતા કહી છે, તે જ રીતે અણવર દ્વીપની બાહ્ય વેદિકાથી અણવર સમુદ્રમાં ૪૨,000 યોજન અવગાહન કર્યા પછી વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિનો ચકેન્દ્ર નામનો ઉત્પાત પર્વત છે. તે ઉત્પાત પર્વત ૧,૭૨૧ યોજન ઊંચો છે. શેષ તેનું સર્વ પરિમાણ તિગિચ્છકૂટ નામના ચમરેન્દ્રના ઉત્પાત પર્વતની સમાન જાણવું જોઈએ. તેના પ્રાસાદાવતસકનું પરિમાણ, તે પ્રાસાદાવર્તસકની મધ્યમાં પરિવાર સહિત બલિના સિંહાસનો, રુચકેન્દ્ર નામનો અર્થ પણ તે જ પ્રકારે જાણવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં સુચકેન્દ્ર નામના રત્નવિશેષની પ્રભાવાળા ઉત્પલાદિ છે. શેષ સર્વ તે જ પ્રકારે છે યાવત તે બલીન્દ્રની બલિચંચા રાજધાનીના દેવોનું તથા અન્યોનું તે ક્રીડાસ્થળ, વિશ્રામ સ્થળ છે યાવત તે કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરમાં ૫૫,૩૫,૫0,000 યોજન અરુણોદય સમુદ્રોમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ૪૦,૦૦૦યોજન ગયા પછી વેરોચનેન્દ્રવરોચનરાજ બલિની બલિચંચા” નામની રાજધાની છે. તે રાજધાનીનો વિસ્તાર એક લાખ યોજન પ્રમાણ છે. યાવત “બલિપીઠ' સુધીનું વર્ણન તથા બલીંદ્રનો ઉપપાત યાવત આત્મરક્ષક દેવ સુધીનું વર્ણન અમરેન્દ્રની સમાન જાણવું. વિશેષતા એ છે કે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સ્થિતિ સાધિક એક સાગરોપમની છે. યાવતુ આ વિરોચનેન્દ્ર બલિ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy