SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ | २८४ | શ્રી ભગવતી સત્ર-૪ अरहवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता मुणिसुव्वयस्स अरहओ अंतियाओसहसंबवणाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिणापुरे णयरे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता विउलं असणं पाणं खाइम खाइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्तणाइणियग सयण-संबंधिपरियणं आमंतेइ, आमंतेत्ता तओ पच्छा ण्हाए जहा पूरणे जावजेट्टपुत्तं कुडुबे ठावेइ। ભાવાર્થ - શ્રી મુનિસુવ્રત સ્વામીનું કથન સાંભળીને ગંગદત્ત ગાથાપતિ હૃષ્ટ-તુષ્ટ થયા અને ભગવાનને વંદન-નમસ્કાર કરીને, શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી સહસામ્રવન ઉદ્યાનમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવ્યા; ઘેર આવીને વિપુલ અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિને નિમંત્રિત કર્યા, પછી સ્નાન કર્યું, વગેરે દીક્ષાની પૂર્વ તૈયારીનું સંપૂર્ણ કથન શતક-૩/૨ માં વર્ણિત પૂરણ શેઠની સમાન જાણવું. યાવતુ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કયો. संयम तपनी आराधना :१२ तं मित्तणाइ जावजेटुपुत्तंच आपुच्छइ, आपुच्छित्ता पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ,दुरूहित्ता मित्तणाइणियग जावपरिजणेणंजेटुपुत्तेणंयसमणुगम्ममाणमग्गेसव्विड्डीए जावणाइयरवेण हत्थिणापुर मज्झमज्झेण णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव सहसबवणे उज्जाणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताइए तित्थगराइसए पासइ । एवं जहाउदायणो जावसयमेव आभरणे ओमुयइ ओमुयइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता जेणेव मुणिसुव्वए अरहा एवं जहेव उदायणे तहेव पव्वइए; तहेव एक्कारस अंगाई अहिज्जइ जावमासियाए संलेहणाए अत्ताणंझूसेइ झूसेत्ता सटुिं भत्ताइं अणसणाए छेदेइ, छेदेत्ता आलोइय पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा महासुक्के कप्पे महासामाणे विमाणे उववायसभाए देवसयणिज्जसि जावगंगदत्तदेवत्ताए उववण्णे । तएणं से गंगदत्ते देवे अहुणोववण्णमेत्तए समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तभावं गच्छइ तं जहाआहारपज्जत्तीए जावभासामणपज्जत्तीए । एवंखलुगोयमा !गंगदत्तेणं देवेणंसा दिव्वा देविड्डी जावअभिसमण्णागया। ભાવાર્થ - પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિ તથા જયેષ્ઠ પુત્રને પૂછીને, હજારો પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિ પરિવાર દ્વારા તથા જયેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા સર્વ ઋદ્ધિ સહિત વાજિંત્રના ઘોષપૂર્વક હસ્તિનાપુરની મધ્યમાં થઈને સહસામ્રવન ઉદ્યાનની સમીપે આવતાં તીર્થકર ભગવાનના છત્રાદિ અતિશય જોઈને નીચે ઉતર્યા; વગેરે શેષ સર્વ કથન શતક૧૩/૬માં કથિત ઉદાયન રાજાની સમાન જાણવું. વાવ તેણે સ્વયમેવ આભૂષણ ઉતાર્યા, સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યાર પછી તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીની પાસે જઈને ઉદાયન રાજાની જેમ દીક્ષા ગ્રહણ કરી. તેમજ અગિયાર અંગનું અધ્યયન કર્યું યાવતું એક માસની સંલેખનાથી પોતાના કષાય અને કર્મોને કુશ કર્યા; સાઠ ભક્ત અનશનનું છેદન કર્યું અને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરીને, સાતમા મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનની ઉપપાત સભામાં, દેવ-શધ્યામાં યાવત
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy