SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ | શ્રી ભગવતી સૂત્ર-૪ કરચલીઓથી વ્યાપ્ત છે, જેના દાંત અલ્પ જ શેષ રહ્યા છે અથવા સર્વ દાંતો પડી ગયા છે, જે ગરમીથી વ્યાકુળ થઈ રહ્યા છે, જે તૃષાથી પીડિત છે; જે રોગી, ભૂખ્યા, તરસ્યા, દુર્બલ અને માનસિક ક્લેશથી યુક્ત છે તેવા વૃદ્ધ પુરુષ એક મોટા કોશમ્બ નામના વૃક્ષના સૂકા, વાંકાચૂકા, ગાંઠોથી યુક્ત, સ્નિગ્ધ, વક, નિરાધાર લાકડા પર એક બુટ્ટી ધારવાળા કુહાડાથી, જોર-જોરથી શબ્દ(હંકાર ધ્વનિ) કરતાં પ્રહાર કરે, તો પણ તે પુરુષ તે લાકડાના મોટા-મોટા ટુકડા પણ કરી શકતો નથી. હે ગૌતમ ! તે જ રીતે તે નૈરયિક જીવોએ પોતાના પાપકર્મોને ગાઢ કર્યા છે, અત્યંત ગાઢ કર્યા છે, ઇત્યાદિ વર્ણન શતક-૬/૧ અનુસાર જાણવું. નૈરયિક જીવ, અત્યંત વેદના વેદતા હોવા છતાં પણ મહાનિર્જરા અને મહાપર્યવસાન(મોક્ષરૂપ ફળ)વાળા થતા નથી. જે રીતે કોઈ પુરુષ એરણ પર ઘણ દ્વારા ઘા મારતાં, જોર-જોરથી શબ્દ કરતાં, એરણના પૂલ પુગલોને તોડવામાં, નાશ કરવામાં સમર્થ થતાં નથી, તે રીતે નૈરયિક જીવ પણ ગાઢ અને ચીકણા કર્મવાળા હોય છે યાવતુ તે મહાનિર્જરા કે મહાપર્યવસાનવાળા થઈ શકતા નથી. | ७ से जहाणामए केइ पुरिसे तरुणे बलवं जावमेहावी णिउणसिप्पोवगए एगं महं सामलिगंडियंउल्लंअजडिलं अगठिल्लं अचिक्कणं अवाइद्धंसपत्तियं तिक्खेण परसुणा अक्कमेज्जा, तएणं से पुरिसे णो महताझ्महताई सद्दाई करेइ, महंताई महंताई दलाई अवदालेइ । एवामेव गोयमा !समणाणं णिग्गंथाणं अहाबादराईकम्माइंसिढिली कयाई णिट्ठियाईकयाइं जावखिप्पामेव परिविद्धत्थाई भवंति; जावइयंतावइयं पिणं ते वेयणं वेदेमाणा महाणिज्जरा महापज्जवसाणा भवति । सेजहा वा केइ पुरिसेसुक्कतणहत्थगं जायतेयसि पक्खिवेज्जा एवं जहा छट्ठसए तहा अयोकवल्ले वि जावमहापज्जवसाणा भवति । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जावइयं अण्णगिलायएसमणे णिग्गंथेकम्म णिज्जरेइ,तंचेव जाववासकोडाकोडीए वा णो खवयंति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - જે રીતે કોઈ તરુણ, બલવાન થાવ મેધાવી અને નિપુણ શિલ્પકાર શાલ્મલી વૃક્ષની લીલી, અજટિલ, અગઠિલ(ગાંઠ રહિત), ચીકાશ રહિત, સીધી અને આધારવાળી ચંડિકા(લાકડા) પર તીક્ષણ કુહાડાથી પ્રહાર કરે, તો તે જોર-જોરથી શબ્દ કર્યા વિના જ(સરલતાથી) તેના મોટા મોટા ટુકડા કરી નાંખે છે, તે જ રીતે હે ગૌતમ! જે શ્રમણ નિગ્રંથોના શૂલ કર્મો, મંદ વિપાકવાળા અને અલ્પસ્થિતિક(દીર્ઘ સત્તા રહિત) છે યાવત તે કર્મો શીધ્ર નષ્ટ થઈ જાય છે અને તે શ્રમણ-નિગ્રંથ અલ્પાધિક જે કંઈ વેદના વેદે તો પણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે. [બીજું દષ્ટાંત] જે રીતે કોઈ પુરુષ, સૂકાયેલા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે, તો તે શીધ્ર બળી જાય છે, વગેરે શતક-૬/૧ અનુસાર ઉષ્ણ લોઢીનું દષ્ટાંત પણ સમજવું યાવતું તે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે– અન્નગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેમજ એક, બે, ત્રણ અને ચાર ઉપવાસવાળા શ્રમણ નિગ્રંથ જેટલા કર્મો ક્ષય કરે છે તેટલા કર્મોને નૈરયિક જીવ એક વર્ષ, અનેક વર્ષ, સો વર્ષ યાવતુ કોટાકોટિ વર્ષોમાં પણ ક્ષય કરી શકતા નથી. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં દીર્ઘકાલ પર્યંત દુઃખ ભોગવનાર નૈરયિકોની કર્મ નિર્જરાને શ્રમણોની તપસ્યા
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy