SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ | શ્રી ભગવતી સૂત્ર-૪ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યોગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! યોગના ત્રણ પ્રકાર છે યથા– મનયોગ, વચનયોગ અને કાયયોગ. १६ जीवेणंभंते !ओरालियसरीरंणिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं? गोयमा! अधिकरणी वि अधिकरणं पि। सेकेणटेणं भंते ! एवं वुच्चइ- अधिकरणी वि अधिकरणं पि? गोयमा ! अविरतिं पडुच्च, सेतेणटेणं जावअधिकरणं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરને બનાવતો જીવ, શું અધિકરણી છે કે અધિકરણ છે? ઉત્તર- હે ગૌતમ ! અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે અધિકરણી અને અધિકરણ છે? ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ તેમ હોય છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે તે અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. १७ पुढविकाइए णं भंते ! ओरालियसरीरं णिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं? गोयमा ! एवं चेव । एवं जावमणुस्से । एवं जहा ओरलिए तहा वेउव्वियसरीरं fપ, વનસ્પત્યિા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરને બનાવતો પૃથ્વીકાયિક જીવ શું અધિકરણી છે કે અધિકરણ? ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાય પણ તે જ રીતે અધિકરણી અને અધિકારણ બને છે. આ રીતે મનુષ્ય સુધી જાણવું જોઈએ અને આ રીતે વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવોને જે શરીર હોય તેને તે શરીર કહેવા જોઈએ. १८ जीवेणं भंते ! आहारगसरीरं णिव्वत्तेमाणे किं अधिकरणी पुच्छा? गोयमा ! अधिकरणी वि अधिकरणं पि। सेकेणतुणं भंते ! जाव अधिकरणं पि? गोयमा ! पमायं पडुच्च । से तेणटेणं जाव अधिकरणं पि । एवं मणुस्से वि। तेयासरीरं जहा ओरालियं, णवरंसव्वजीवाणं भाणियव्वं । एवं कम्मगसरीरं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરને બનાવતો જીવ શું અધિકરણી છે કે અધિકારણ? ઉત્તર- હે ગૌતમ! તે અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે તે અધિકરણી અને અધિકરણ છે? ઉત્તર- હે ગૌતમ! પ્રમાદની અપેક્ષાએ તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. આ રીતે મનુષ્યના વિષયમાં જાણવું જોઈએ. તૈજસ શરીરનું કથન ઔદારિક શરીરની સમાન જાણવું જોઈએ. પરંતુ તૈજસ શરીર સર્વ જીવોને હોય છે. કાર્પણ શરીરના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. १९ जीवेणं भंते !सोइदियं णिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं?
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy