SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૬ | શ્રી ભગવતી સૂત્ર-૪ કરીને ચંદ્ર અને સૂર્યથી ઊંચે વાવતુ આરણ પર્યતના કલ્પનું ઉલ્લંઘન કરીને અમ્રુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ બાવીસ સાગરોપમની છે. તેમાં ગોશાલક દેવની સ્થિતિ પણ બાવીસ સાગરોપમની છે. ગોશાલકનું ભવિષ્ય - ८४ सेणं भंते !गोसालेदेवेताओ देवलोगाओ आउक्खएणं जावकहिं उववज्जिहिइ? ___ गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले पुंडेसु जणवएसु सयदुवारेणयरे संमुइस्स रण्णो भद्दाए भारियाए कुच्छिसि पुत्तत्ताए पच्चायाहिइ । सेणं तत्थ णवण्ह मासाणं बहुपडिपुण्णाण जाववीइक्कताण जावसुरूवेदारए पयाहिइ। શબ્દાર્થ - વિરપાયમૂર્ત-વિધ્ય પર્વતની તળેટીમાં વાર-બાળક. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગોશાલકનો જીવ દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, વિધ્ય પર્વતની તળેટીમાં, પંડ્રદેશના શતદ્વાર નામના નગરમાં, સમૂર્તિ નામના રાજાની ભદ્રા પત્નીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. તે ભદ્રારાણી નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થયા પછી યાવતુ એક સુંદર બાળકને જન્મ આપશે. બાળકનું નામકરણ મહાપદ્મ:८५ रयणिचणंसेदारए जाइहिइ,तंरयणिं चणंसयदुवारेणयरेसभितरबाहिरिए भारग्गसो य कुंभग्गसो य परमवासे य रयणवासे य वासे वासिहिति । तएणं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसेवीइक्कंते जावसंपत्तेबारसाहदिवसेअयमेयारूवं गोण्णंगुणणिप्फण्णंणामधेज्जंकाहिंति-जम्हाणं अम्हंइमसिदारगंसिजायसिसमाणसि सयदुवारेणयरे सभितरबाहिरिए जावरयणवासे वुढे,तं होउणं अम्हं इमस्स दारगस्स णामधेज्जं महापउमे, महापउमे। तएणं तस्स दारगस्स अम्मापियरोणामधेज्जं करेहिति 'મહાપ૩ને રિા શબ્દાર્થ -પ૩મવારે પદ્મવર્ષા–કમળોની વર્ષા કારણો = ભાર પ્રમાણ. એક પુરુષ જેટલું વજન ઉપાડી શકે તેટલા વજનને અથવા ૧૨૦ પલ પ્રમાણ વજનને ‘ભાર’ કહે છે મારો- કુંભ પ્રમાણ. તેના ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૬) આઢક પ્રમાણ જઘન્ય કુંભ, ૮૦ આઢક પ્રમાણને મધ્યમ કુંભ અને ૧૦૦ આઢક પ્રમાણને ઉત્કૃષ્ટ કુંભ કહે છે. ભાવાર્થ:- જે રાત્રિએ તે બાળકનો જન્મ થશે, તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર અનેક ભાર પ્રમાણ, અનેક કુંભ પ્રમાણ પધોકમળોની અને રત્નોની વૃષ્ટિ થશે. તે બાળકના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમા દિવસે તેનું ગુણયુક્ત, ગુણ નિષ્પન્ન નામકરણ કરશે. યથા– અમારા આ બાળકનો જન્મ થયો, ત્યારે શતદ્વાર નગરની બહાર અને અંદર પદ્મો અને રત્નોની વૃષ્ટિ થઈ હતી, તેથી
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy