SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૨ ] શ્રી ભગવતી સૂત્ર-૪ समणस्स भगवओ महावीरस्स अंतियाओ सालकोट्ठयाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियं जावजेणेव मेंढियगामेणयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मेढयगामंणयरमझमझेणंजेणेव रेखईएगाहावइणीए गिहेतेणेव उवागच्छइ,खागच्छित्ता रेवईए गाहावइणीए गिहं अणुप्पविट्ठे । तएणं सा रेवई गाहावइणी सीहं अणगारं एज्जमाणं पासइ, पासित्ता हट्टतुट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सीह अणगारंसत्तट्रपयाइंअणगच्छड अणगच्छित्ता तिक्ख्तो आयाहिणं पयाहिणंकरे,करित्ता वंदइणमसइ, वंदित्ता णमसित्ता एवंवयासी-संदिसंतुणंदेवाणुप्पिया!किमागमणप्पओयणं? तएणंसेसीहे अणगारेखइंगाहावइणि एवंवयासी-एवंखलुतुमेदेवाणुप्पिए ! जाव एयमाहराहि,तेणअट्ठो। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આદેશને પ્રાપ્ત કરીને સિંહ અણગાર પ્રસન્ન અને સંતુષ્ટ થાવત્ પ્રફુલ્લિત થયા. તેણે ભગવાનને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્વરા રહિત, ચપલતા અને ભ્રાંતિથી રહિત થઈને, મુખ વસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું કાવત્ ગૌતમ સ્વામીની જેમ શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈને શ્રમણ ભગવાનને વંદન-નમસ્કાર કરીને શાલકોપ્ટક ઉધાનમાંથી નીકળ્યા. નીકળીને, ત્વરા અને શીઘ્રતા રહિત કાવત્ મેઢિકગ્રામ નગર પહોંચ્યા અને મેઢિકગ્રામ નગરના મધ્ય ભાગમાં થઈને રેવતી ગાથાપત્નીને ઘેર પહોંચ્યા, ઘરમાં પ્રવેશ કર્યો. સિંહ અણગારને આવતા જોઈને રેવતી ગાથાપત્ની પ્રસન્ન અને સંતુષ્ટ થઈ. તે શીઘ્રતાથી પોતાના આસન પરથી ઊઠી અને સાત-આઠ પગલા, સિંહ અણગારની સામે ગઈ, ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! આપ કહો, આપના પદાર્પણનું શું પ્રયોજન છે? ત્યારે સિંહ અણગારે કહ્યું- હે રેવતી ! યાવતું તમે પહેલાંથી બનાવેલો જે પ્રાસુક બિજોરાપાક છે, તે લઈ આવો, તેનું મારે પ્રયોજન છે. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં પ્રભુએસિંહ અણગારને રેવતી ગાથાપત્નીને ત્યાંથી ઔષધિરૂપે નિર્દોષ બિજોરાપાક લાવવાનો આદેશ કર્યો છે અને પ્રભુ માટે તૈયાર કરેલા ઔદેશિક દોષથી દૂષિત કોળાપાકને લાવવાનો નિષેધ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે કલ્પાતીત ચારિત્રવાન સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ પણ સંયમના વિધિ નિયમોનું પાલન કરવાનું લક્ષ્ય હંમેશાં રાખે છે. અર્ધમાગધી ભાષામાં કોળા માટે ોદડ પpi અને બીજોરા માટે ' વીરા ' શબ્દ પ્રયોગ પ્રચલિત છે.ભગવતી સૂત્રની એક પ્રતમાં(સુત્તાગમમાં) આ શબ્દ પ્રયોગ જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણના મૂળ પાઠમાં તેને સ્થાન આપીને અન્ય પ્રતોમાં ઉપલબ્ધ શબ્દ કૌંસમાં રાખ્યા છે. રેવતીનું આશ્ચર્ય અને ઔષધદાન - ७९ तएणंसा रेवई गाहावइणी सीहं अणगारं एवं वयासी-केसणंसीहा !सेणाणी वा तवस्सी वा, जेणं तव एस अढे मम ताव रहस्सकडे हव्वमक्खाए, जओ णं तुम जाणासि? एवं जहा खंदए जावजओ णं अहं जाणामि ।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy