SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] શ્રી ભગવતી સૂત્ર-૪ | आउसो कासवा ! ममं एवं वयासी, साहु णं आउसो कासवा ! ममं एवं वयासीगोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी,गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी। ભાવાર્થ- સાતમા પડટ્ટ રિહાર માં આ જ શ્રાવતી નગરીમાંહાલાહલા કુંભારણની દુકાનમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મંખલિપુત્ર ગોશાલકના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય, શીતને સહન કરનાર, ઉષ્ણને સહન કરનાર, ક્ષુધાને સહન કરનાર, મચ્છર અને મચ્છર કરતાં જરાક મોટા એવા ડાંસ આદિના વિવિધ પરીષહ-ઉપસર્ગોને સહન કરનાર, તથા સ્થિર સંહનનવાળું જાણીને, મેં તેમાં પ્રવેશ કર્યો અને સોળ વર્ષથી આ સાતમા પડટ્ટ પરિવાર નો ઉપભોગ કરું છું. હે આયુષ્યમનું! આ રીતે ૧૩૦ વર્ષમાં આ સાત પડટ્ટ પરિહાર થયા તેમ કહેવાય છે. આ રીતે તેથી હે આયુષ્યમ– કાશ્યપ ! આપ મને ઠીક કહો છો. હે આયુષ્યમનું! કાશ્યપ ! આપ મને ઘણું સારું કહો છો કે “પંખલિપુત્ર ગોશાલક મારો ધર્માન્તવાસી છે. મંખલિપુત્ર ગોશાલક મારો ધર્માન્તવાસી છે.” વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકે પોતાના સ્વરૂપને છુપાવવા માટે અને ભગવાનને મિથ્યા સિદ્ધ કરવા માટે પ્રભુની સમક્ષ પડટ્ટહાર(શરીરાત્તર પ્રવેશ) સંબંધી કલ્પિત નિરૂપણ કર્યું છે. ગોશાલકના વિસ્તૃત ભાષણનો આશય - મંખલિપુત્ર ગોશાલક અત્યંત કુપિત થતો પ્રભુની પાસે આવ્યો અને વ્યંગપૂર્વક કહેવા લાગ્યો કે “વાહ” તમે મને તમારો ધર્માન્તવાસી કહો છો પરંતુ આપને જ્ઞાત હોવું જોઈએ કે મખલિપુત્ર ગોશાલક તો કયારનો શુભ ભાવમાં કાલધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. હું આપનો અંતેવાસી નથી. હું કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી છું અને વર્તમાનમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મે મખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યો છે. આ મારો સાતમો શરીરાત્તર પ્રવેશ છે. ગોશાલકે પોતાના સ્વરૂપને છુપાવવા અને કલ્પિત, ભ્રમિત સિદ્ધાંતની પ્રરૂપણા કરવા મહાકલ્પ, સયૂથ, શર પ્રમાણ, માનસ-શર-પ્રમાણ, ઉદ્ધાર આદિનું વર્ણન કર્યું છે અને ત્યાર પછી પોતાના સાત પડેટ્ટ પરિદારનું નામપૂર્વક વિસ્તૃત વર્ણન કર્યું છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ઘટ-ઘટના ભાવોને જાણનાર તીર્થંકર પ્રભુની સમક્ષ ખોટી વાતો રજૂ કરતાં ગોશાલકને જરા પણ સંકોચ થયો નહીં. તે તેના તીવ્ર મિથ્યાભિનિવેશને પ્રગટ કરે છે. ગોશાલકને ભગવાનની હિતશિક્ષા - ४६ तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी- गोसाला ! से जहाणामए तेणए सिया,गामेल्लएहिं परब्भवमाणे परब्भवमाणे कत्थ यगडंवा दरिंवा णिण्णं वा पव्वयंवा विसमंवा अणस्साएमाणे एगेणं महंउण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वातणसूएण वा अत्ताणंआवरित्ताणचिढ़ेज्जा;सेणअणावरिए आवरियमिति अप्पाण मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ अणिलुक्के णिलुक्कमिति अप्पाण मण्णइ, अपलाए पलायमिति अप्पाणमण्णइ, एवामेव तुमपिगोसाला !अणण्णे संते अण्णमिति अप्पाणं उपलभसि,तं मा एवं गोसाला !णारिहसि गोसाला ! सच्चेव
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy