SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન [ ૨૦૧] एवं वयासी-किं भवं मुणी मुणिए जावसेज्जायरए ? तएणं से वेसियायणे बालवतस्सी तुमंदोच्चं पितच्वं पि एवं वुत्ते समाणे आसुरुत्ते जावपच्चोसक्कइ, पच्चोसक्कित्ता तव वहाए सरीरगंसि तेयलेस्स णिस्सरइ । तएणं अहं गोसाला! तव अणुकंपणट्ठयाए वेसियायणस्स बालतवस्सिस्स उसिणतेयलेस्सा पडिसाहरणट्ठयाए एत्थणं अतरासीयलियं तेयलेस्संणिस्सिरामि जावपडिहयं जाणित्ता तव यसरीरगस्स किंचि आबाहवावाबाह वा छविच्छेयंवा अकीरमाणं पासित्तातंउसिणंतेयलेस्संपडिसारित्ता ममंएवं वयासीसे गयमेयं भगवं, से गयमेयं भगवं । ભાવાર્થ :- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મને પૂછ્યું કે, “હે ભગવન્! આ જૂઓના શય્યાતર બાલતપસ્વીએ આપને હે ભગવન! મેં જાણ્ય, હે ભગવન ! મેં જાણ્ય આ રીતે શા માટે કહ્યું?” હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું કે- “હે ગોશાલક! વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને તું મારી પાસેથી સરકીને વૈશ્યાયન બાલતપસ્વી પાસે ગયો, ત્યાં જઈને વૈશ્યાયન બાલ તપસ્વીને તે આ પ્રમાણે કહ્યું- શું તમે જ્ઞાની મુનિ છો કે “જૂના ઘર છો? વૈશ્યાયને તારા આ કથનનો આદર-સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા. ત્યારે તે તેમને બીજીવાર, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, ત્યારે વૈશ્યાયન બાલતપસ્વી કુપિત થયા યાવત તને મારવા તેણે તારા શરીર ઉપર તેજોલેશ્યા મૂકી. તે સમયે મેં તારા પર અનુકંપા કરીને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજોવેશ્યાના પ્રભાવને રોકવા માટે શીત તેજોવેશ્યા છોડી. તેથી તેની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો અને તારા શરીરને અલ્પ પીડા કે વિશેષ પીડા, અવયવ છેદ આદિ કાંઈ ન થયું. તે જોઈને તેણે પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી. પછી તેણે મને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું જાણી ગયો, હે ભગવન્! હું જાણી ગયો છું કે ગોશાલક આપની કૃપાથી બચી ગયો છે. २४ तएणं से गोसाले मंखलिपुत्ते ममं अंतियाओ एयमटुं सोच्चा णिसम्म भीए जाव संजायभए ममंवदइणमसइ, ममंवदित्ता णमंसित्ता एवंवयासी-कहणंभंते ! संखित्तविउल तेयलेस्से भवइ ? तएणं अहंगोयमा !गोसालं मंखलिपुत्तं एवं वयासी-जेणंगोसाला! एगाए सणहाए कुम्मासपिंडियाए एगेण य वियडासएणंछटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणं उड्ढे बाहाओ पगिज्झिय पगिज्झिय जाव विहरइ, से णं अंतो छण्हं मासाणं सखित्तविउलतेयलेस्से भवइ । तएणं से गोसाले मखलिपुत्ते मम एयमट्ठ सम्म विणएण पडिसुणेइ । શબ્દાર્થ-સહાણ = બંધ મુઠ્ઠી જેટલા વિડાસણ ખુલ્લી મુકી, અંજલીભર, ચુલ્લભર જળ. ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યાર પછી મારી ઉપરોક્ત વાત સાંભળીને ગોશાલક ભયભીત થયો યાવતું ભયભીત થઈને મને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને કહ્યું- હે ગોશાલક! બંધ મુઠ્ઠી જેટલા અડદના બાકળા અને અંજલીભર પાણીનો ઉપયોગ કરીને નિરંતર છઠ-છઠની તપસ્યા અને તે તપ સાથે બંને હાથ ઊંચા રાખીને યાવતું આતાપના લેનારા પુરુષને છ માસના અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ગોશાલકે મારા કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy