SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન ૧૯૯] विजए गाहावई,कयपुण्णेणंदेवाणुप्पिया !विजएगाहावई,कयलक्खणेणंदेवाणुप्पिया! विजएगाहावई,कयाणंलोया देवाणुप्पिया !विजयस्सगाहावइस्स,सुलद्धणंदेवाणुप्पिया! माणुस्सए जम्मजीयफले विजयस्स गाहावइस्स, जस्सणं गिहसितहारूवेसाहुसाहुरूवे पडिलाभिए समाणे इमाइंपंचदिव्वाइंपाउन्भूयाई,तंजहा- वसुधारा वुढा जावअहो दाणे अहो दाणे त्ति घुटे । तंधण्णे, कयत्थे, कयपुण्णे, कयलक्खणे, कया णं लोया,सुलद्धे माणुस्सए जम्मजीवियफले विजयस्सगाहावइस्स, विजयस्सगाहावइस्स। ભાવાર્થ:- ત્યારપછી રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક આદિ માર્ગોમાં તેમ જ રાજમાર્ગોમાં અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા કે– હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિ કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો!વિજય ગાથાપતિ કૃતપુણ્ય(પુણ્યશાળી) છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિ કૃતલક્ષણ (ઉત્તમ લક્ષણવાળા) છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિના ઉભય લોક સાર્થક છે અને વિજય ગાથાપતિના મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે કે તેના ઘરમાં તથારૂપના શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્ય પ્રગટ થયા છે, તે આ પ્રમાણે છેવસુધારાની વૃષ્ટિ યાવતુ “અહોદાન, અહોદાન'ની ઉદ્ઘોષણા થઈ છે, તેથી વિજય ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના બંને લોક સાર્થક છે અને તે વિજય ગાથાપતિના મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણનિગ્રંથોની આહાર-દાનની વિધિ અને તેના દિવ્ય પ્રભાવને પ્રદર્શિત કર્યો છે. આહાર દાન-વિધિ :- જ્યારે શ્રમણ નિગ્રંથનું આગમન થાય ત્યારે પાદૂકાનો ત્યાગ કરી, શ્રાવકના અભિગમપૂર્વક સાત-આઠ ડગલા સામે જવું, બહુમાનપૂર્વક વંદન-નમસ્કાર કરી ઘરમાં પ્રવેશ કરાવવો. ત્યાર પછી પ્રસન્ન ચિત્તે નિર્દોષ આહાર-પાણી આદિનું ત્રિકરણ-યોગની શુદ્ધિપૂર્વક દાન આપવું. તેમાં દાતાની, દાન યોગ્ય દ્રવ્યની અને ગ્રહણ કરનાર પાત્રની તે ત્રણેની શુદ્ધિથી દાનની દિવ્યતા વધે છે. દાનનો દિવ્ય પ્રભાવ :- પ્રસન્ન ચિત્તે દાન આપનાર દાતા અનંત સંસાર પરિભ્રમણને સીમિત કરે છે, કેટલાક જીવો તે નિમિત્તે સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. તે સમયે જો સમ્યગ્દર્શન સાથે આયુષ્યનો બંધ થાય તો દેવગતિના આયુષ્યનો બંધ થાય છે અને પૂર્વે જો આયુષ્યનો બંધ થઈ ગયો હોય અથવા આયુષ્યબંધ સમયે સમ્યગ્ગદર્શન ન હોય તો મનુષ્યાયુનો પણ(સુખવિપાક સૂત્રાનુસાર) બંધ થાય છે. તેનો મનુષ્ય જન્મ સફળ થાય છે તેમજ દેવો તે દાનની દિવ્યતા પાંચ પ્રકારે પ્રગટ કરે છે– (૧) તેના ઘેર વસુધારાની(શરીર પ્રમાણ ઢગલા થાય તેટલા સોનૈયાની) વૃષ્ટિ કરે છે. (૨) વૈક્રિય શક્તિ દ્વારા બનાવેલા અચિત્ત ફૂલો વરસાવે છે (૩) વસ્ત્રમય ધર્મધજા ફરકાવે છે. (૪) આકાશમાં રહીને દેવો દુભિ વગાડે છે. (૫) કેટલાક દેવો અહોદાન’ શબ્દનું વાર-વાર ઉચ્ચારણ કરીને તે દાનને બિરદાવે છે. માટે પ્રસન્ન ચિત્તે અપાયેલું નિર્દોષ દાન ભૌતિક અને આધ્યાત્મિક બંને લાભ પ્રાપ્ત કરાવે છે. g વે પઃ- ચેલક્ષેપ કર્યો.ટીકામાં આ શબ્દનો સ્પષ્ટાર્થ નથી. પરંપરાથી તેના બે અર્થ પ્રચલિત છે– (૧) દેવોએ ધજા ફરકાવી (૨) દેવોએ વસ્ત્રોની વૃષ્ટિ કરી. પ્રભુ મહાવીરના માસખમણનું પારણું વિજય ગાથાપતિને ત્યાં થયું. તેણે પૂર્વોક્ત લાભને પ્રાપ્ત
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy