SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ OR OS શતક-૧૫ ગોશાલક ચરિત્ર શ્રી ભગવતી સૂત્ર–૪ OR IOS અધ્યયન પ્રારંભઃ આજીવિક મત ઃ १ [ णमो सुयदेवयाए भगवईए। तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था, वण्णओ । तीसे णं सावत्थीए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभाए तत्थ णं कोट्ठए णामं चेइ होत्था, वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए हालाहला णामं कुंभकारी आजीविओवासिया परिवसइ - अड्डा जाव अपरिभूया; आजीवियसमयसि लद्धट्ठा गहियट्ठा पुच्छिया विणिच्छियट्ठा अट्ठिमिंजपेम्माणुरागरत्ता, अयमाउसो ! आजीवियसमये अट्ठे, अयं परमट्ठे, सेसे अणट्टे त्ति आजीवियसमएणं अप्पाणं भावेमाणी विहरइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશાભાગમાં(ઈશાન કોણમાં) કોષ્ટક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે શ્રાવસ્તી નગરીમાં આજીવિક(ગોશાલક)મતની ઉપાસિકા હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. તે ઋદ્ધિ સંપન્ન યાવત્ અપરાભૂત હતી. તેણે આજીવિકના સિદ્ધાંતનો અર્થ(રહસ્ય) પ્રાપ્ત કર્યો હતો, અર્થ ગ્રહણ કર્યો હતો, અર્થ પૂછ્યો હતો, અર્થનો નિશ્ચય કર્યો હતો, તેણીના અસ્થિ અને મજ્જા, આજીવિક મતના પ્રેમાનુરાગથી રંગાયેલા હતા. હે આયુષ્યમન્ ! આજીવિક મતના સિદ્ધાંત જ અર્થભૂત એટલે સત્યાર્થ છે અને તે જ જીવનમાં પરમાર્થરૂપ છે, શેષ કોઈ પણ વસ્તુ આત્માર્થ સાધનમાં પ્રયોજનભૂત નથી; આ પ્રકારની શ્રદ્ધા સાથે તે આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતી રહેતી હતી. २ काले ते समएणं गोसाले मंखलिपुत्ते चउव्वीसवासपरियाए हालाहलाए कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिवुडे आजीवियसमएणं अप्पाणं भावेमा विहरइ । तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स अण्णया कयाइ इमे छ दिसाचरा अंति પાડવિત્થા, તેં નહા- સાળે, વાવે, વળિયારે, અદ્દેિ, અળિવેતાવળે, અબ્દુળે गोमायुपुत्ते । तए णं ते छ दिसाचरा अट्ठविहं (णिमित्तं ) पुव्वगयं मग्गदसमं सएहिं-सएहिं मइदंसणेहिं णिज्जुहंति, णिज्जुहित्ता गोसालं मखलिपुत्त उवट्ठाइसु । ભાવાર્થ :- તે કાલે, તે સમયે ચોવીસ વર્ષની દીક્ષા પર્યાયવાળો મંખલિપુત્ર ગોશાલક, હાલાહલા નામની કુંભારણના માટીના વાસણોની દુકાનમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે પહેલાં કોઈ સમયે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચર આવ્યા. તે છના નામ આ પ્રમાણે છે– (૧) શાન (૨) કલન્દ (૩) કર્ણિકાર (૪) અચ્છિદ્ર (૫) અગ્નિવેશ્યાયન (૬) ગોમાયુપુત્ર અર્જુન. આ છ દિશાચરોએ પૂર્વશ્રુતમાં કહેલા આઠ પ્રકારના નિમિત્ત, નવમા ગીતમાર્ગ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy