SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ભગવતી સૂત્ર-૪ શતક-૧૪ : ઉદ્દેશક-૮ અંતર પૃથ્વી અને દેવલોક વચ્ચે અંતર : १ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए केवइयं अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! असखेज्जाइजोयणसहस्साइ अबाहाए अतरे पण्णत्ते । શબ્દાર્થ :- નવા દર = બાધા રહિત, વ્યવધાન વિના, સ્વાભાવિક અંતર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનનું સ્વાભાવિક અંતર છે. | २ सक्करप्पभाए णं भंते ! पुढवीए वालुयप्पभाए य पुढवीए केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव । एवं जावतमाए अहेसत्तमाए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપર પ્રમાણે અસંખ્ય હજાર યોજનાનું અંતર છે. આ જ રીતે યાવત તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી વચ્ચે તેટલું જ અંતર છે. | ३ अहेसत्तमाए णं भंते ! पुढवीए अलोगस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! असखेज्जाइजोयणसहस्साइ अबाहाए अतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વી અને અલોક વચ્ચે સ્વાભાવિક કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનાનું સ્વાભાવિક અંતર છે. ४ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए जोइसस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! सत्तणउए जोयणसए अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષી દેવવિમાન વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! ૭૯૦ યોજનનું સ્વાભાવિક અંતર છે. | ५ जोइसस्स णं भंते ! सोहम्मीसाणाण य कप्पाणं केवइयं, पुच्छा । गोयमा ! असंखेज्जाइंजोयण सहस्साइंअबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવવિમાન અને સૌધર્મ-ઈશાન દેવલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું કહ્યું છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનાનું સ્વાભાવિક અંતર છે. |६ सोहम्मीसाणाणं भंते !सणंकुमारमाहिंदाण य केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy