SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ | શ્રી ભગવતી સૂત્ર-૪ परमं देवावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहिं उववाएपण्णत्ते? गोयमा ! जे से तत्थ परियस्सओतल्लेसा देवावासा तहिं तस्स गई, तहिं तस्स उववाए पण्णत्ते। सेयतत्थ गए विराहेज्जा,कम्मलेस्सामेव पडिपडइ,सेयतत्थ गएणो विराहेज्जा,तामेव लेस्स उवसपज्जित्ता ण विहरइ। ભાવાર્થ – પ્રશ્ન- રાજગુહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કોઈ ભાવિતાત્મા અણગાર જેણે ચરમ(પૂર્વવર્તી) સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામનું ઉલ્લંઘન કર્યું છે અને હજુ પરમ(પરભાગવર્તી) સનત્કમારાદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામને પ્રાપ્ત થયા નથી. તેની મધ્યમાં જ તે મૃત્યુ પામે તો તેની કઈ ગતિ થાય છે? તેનો ક્યાં ઉપપાત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની નિકટ તે વેશ્યાયુક્ત જે દેવાવાસ છે, ત્યાં તેની ગતિ થાય છે, ત્યાં તેનો ઉપપાત થાય છે. ત્યાં જઈને તે અણગાર જો પૂર્વ વેશ્યાને છોડે છે, તો કર્મ લેશ્યા (ભાવ લેશ્યા)થી પતિત થાય છે અને જો ત્યાં જઈને તે વેશ્યાને ન છોડે, તો તે જ વેશ્યાનો આશ્રય કરીને રહે છે અર્થાત્ જે દ્રવ્ય લશ્યામાં ઉત્પન્ન થાય તે વેશ્યા જીવન પર્યત સ્થિર થઈ જાય છે પરંતુ ભાવ લેશ્યા પરિવર્તિત થઈ શકે છે. | ३ अणगारेणं भंते! भावियप्पा चरमंअसुरकुमारावासंवीइक्कते, परमं असुरकुमारावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहि उववाए પUારે ? गोयमा !एवं च्व । एवं जावथणियकुमारावासं,जोइसियावासं, एवं वेमाणियावासं, जावविहरइ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કોઈભાવિતાત્મા અણગાર જેણે ચરમ-પૂર્વભાગવર્તી અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામનું ઉલ્લંઘન કર્યું છે અને પરમ–પરભાગવર્તી અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામને પ્રાપ્ત થયા નથી, જો તેની મધ્યમાં જ તે મૃત્યુ પામે તો તે ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? - ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. તે જ રીતે યાવત સ્વનિતકુમારાવાસ, જ્યોતિષ્ઠાવાસ અને વૈમાનિકાવાસ પર્યત કથન કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આત્મ પરિણામો(લેશ્યા) અનુસાર જીવની ગતિ અને ઉત્પત્તિના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો છે. જેની વેશ્યા-આત્મ પરિણામો ઉત્તરોત્તર વિશુદ્ધ થઈ રહ્યા છે, તેવા ભાવિતાત્મા અણગાર પ્રથમ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય પરિણામોથી વિશુદ્ધ પરિણામોને પામી ગયા છે અને ત્રીજા સનકુમારાદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય પરિણામોને હજુ પ્રાપ્ત થયા નથી, તેવા સમયે તે મૃત્યુ પામે તો
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy